રાજકોટ : પેડક રોડ પર કારખાનામાં દારૂની મહેફિલ માળતા 9 ઝડપાયા
રાજકોટના પેડક રોડ પર હની સિલ્વર નામના કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9ની ધરપકડ કરી છે. પેડક રોડ પર કારખાનેદારે દારૂની મહેફીલનું આયોજન કર્યુ હોય જેની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ પોલીસ દ્વારા દારૂની મહેફીલ માણતા કુવાડવા રોડ ઉપર શિવરંજની સોસાયટીમાં રહેતા કારખાનેદાર નિલેશ આસોદરિયા સાથે પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા ઈમીટેશનના વેપારી કલ્પેશ જયંતિભાઈ ઠુંમર, જસદણના કમળાપુર ગામે રહેતા વિજય હરિભાઈ બોઘરા તથા ધર્મેશ કેશુભાઈ રામાણી સાથે મુળ રાજસ્થાનના અને હાલ હનિ સિલ્વર નામના નિલેશભાઈના કારખાના પાસે રહેતા નેમારામ દુદાજી ચૌધરી, બોટાદના હડમતાળા ગામના વિપુલ ભરતભાઈ ડાભી, કુવાડવા રોડ પર શ્રીરામ કોમ્પલેક્ષ ફ્લેટ નં. 301માં રહેતા હિતેશ સુરેશ અજાણી, એસી રિપેરીંગનું કામ કરતા અને નાનામોવા રોડ ઉપર ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા ધર્મેશ વલ્લભ સાવલિયા અને બાપાસિતારામ ચોક હાર્મની સોસાયટી મવડી પ્લોટમાં રહેતા અને હાર્ડવેરની મજુરી કામ કરતા પરેશ જયંતિભાઈ રામાણીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે દારૂની મહેફીલમાં બાઈટીંગ તેમજ વેફર અને ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.