બોગસ ડોક્ટરોની ફેક્ટરીમાંથી થતી આવક પાર્ટી ફંડમાં જતી હતી : સુરતમાં બોગસ ડોક્ટરકાંડ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
- સુરતમાં બોગસ ડોક્ટરકાંડના મુખ્ય આરોપીનું કોંગ્રેસ કનેક્શન ખૂલ્યું : શું કોંગ્રેસે એટલે જ તેને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવ્યો હતો ?
અમદાવાદના ખ્યાતિકાંડ બાદ હવે સુરત શહેરમાંથી લોકોના જીવ જોખમમાં મુકનારા એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયાની ઘટના અંતર્ગત બોગસ ડોક્ટરોની ‘ફેક્ટરી’ ચલાવનારો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવોનો ઘટસ્ફોટ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકારોને કહ્યું હતું કે, રશેસ ગુજરાતી કોંગ્રેસનો નેતા છે અને તેમણે આ કાંડ કરીને જે આવક મેળવી છે તેમાંથી અમુક રકમ પાર્ટી ફંડમાં જતી હતી તેવી પ્રાથમિક માહિતી મળી છે. આ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે આ ફંડ માટે જ તેને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવ્યો હતો તેવો સવાલ ઉભો થયો છે.
સુરત ઝોન 4 પોલીસ દ્વારા આ બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. ડોક્ટર સેલના ચેરમેન અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપ્યું હોવાનો પત્ર પણ હાલ સોશિયલ મીડીયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલો રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું બહાર આવ્યું છે. રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. આ રશેષ ગુજરાતી શહેરમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો.
આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી તરીકે જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. જેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસને 1200 જેટલી નકલી ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ કેટલાક યુવાનોને ઈલેક્ટ્રો હોમિયોપેથીનો ત્રણ વર્ષનો કોર્સ બે વર્ષમાં પૂરો કરવા માટે તૈયાર કરતા હતા. આ કોર્સમાં દવાઓના ઉપયોગ અને સારવારની તાલીમ આપવામાં આવી હતી. સર્વે દરમિયાન બહાર આવ્યું હતું કે આ લોકોને કોર્સ વિશે કોઈ જાણકારી નથી અને તેઓ નકલી ડિગ્રી લઈને એલોપેથીની દવાઓ આપીને લોકોના જીવ સાથે રમતા હતા.
ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રો હોમિયોપેથી એક સારવાર છે પરંતુ ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી તેને કોઈ માન્યતા મળી નથી. અલ્હાબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, ગુજરાત હાઈકોર્ટમાં પણ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. કોર્ટે બંધારણની કલમ 19 હેઠળ ઈલેક્ટ્રો હોમિયોપેથિક સારવાર માટેની અરજીને માન્ય રાખી છે પરંતુ તેના પર ઘણી શરતો પણ લાદી છે. તમે પ્રેક્ટિસ કરી શકો છો પરંતુ તમે તેનો પ્રચાર કરી શકતા નથી. તમે તમારા નામની આગળ ડોક્ટર શબ્દનો ઉપયોગ કરી શકતા નથી. પકડાયેલા તમામ લોકોના નામની આગળ ડોક્ટર હતા. તે 3 વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ હોવો જોઈએ, તે પછી જ તમે પ્રેક્ટિસ કરી શકો છો. પકડાયેલા લોકો પાસે કોઈ માહિતી નથી. ઇલેક્ટ્રો હોમિયોપેથિક વિશે કોઈને કોઈ માહિતી નથી.
રસેશ ગુજરાતી અને ડીકે રાવતે તેમના ઘરે ડોક્ટરનું બોર્ડ લગાવ્યું હતું. તેઓ પોતે ડોકટરોની નિમણૂક કરતા અને દર્દીઓની સારવાર કરતા. સર્ટિફિકેટ પણ એ રીતે બનાવવામાં આવ્યું હતું કે તે વાસ્તવિક દેખાય. અભણ લોકો લોકોને વેબસાઇટ અને ડેટા બતાવીને છેતરપિંડી કરતા હતા.
પોલીસે ધરપકડ કરાયેલા તમામ 13 લોકો સામે IPC કલમ 384 અને 420 હેઠળ કેસ નોંધ્યો છે. અમે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીશું અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરીશું.