તૈયાર કપડાં ઉપર જીએસટી 28 ટકા થશે તો 1 લાખ લોકો બેરોજગાર બનશે
ક્લોથિંગ એસોસિએશન દ્વારા ભય વ્યક્ત કરાયો : ખરીદી ઘટી જશે
જીએસટીના દરોમાં મોટા પાયે ફેરફારો થઈ શકે છે અને કેટલીક ચીજો પર દર વધી શકે છે તેવા અહેવાલો બહાર આવ્યા બાદ દેશના રેડિમેડ કાપડ ક્ષેત્રમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. એમના સંઘ દ્વારા એવો ભય વ્યક્ત કરાયો છે કે જો તૈયાર કપડાં પર 28 ટકા જીએસટી નાખવામાં આવશે તો ભારે મંદી આવી જશે.
ક્લોથિંગ ઉત્પાદન એસોસિએશન દ્વારા એમ જણાવાયું છે કે જો જીએસટી દર વધારી દેવાશે તો આ ક્ષેત્રમાં 1 લાખ લોકો બેકાર બની જશે. એ જ રીતે ઘણા એમએસએમઈ એકમો બંધ પણ થઈ શકે છે. આ ક્ષેત્ર પર દર વધારાની સૌથી વિપરીત અસર પડી શકે છે.
અત્યારે તો મંત્રીઓના જુથ દ્વારા આ મુજબની ભલામણ કરાઇ છે અને જીએસટી કાઉન્સિલ દ્વારા જો તે સ્વીકારવામાં આવે તો દેશમાં તૈયાર કપડાં ક્ષેત્રમાં ભારે મંદી આવી શકે છે તેવો ભય વ્યક્ત કરાયો છે. આ બારામાં ઘટતું કરવાની માંગણી કરવામાં આવી છે.
તૈયાર કપડાના ક્ષેત્રમાં ઉત્પાદન પણ ઘટી જશે અને રોજગાર પર સીધી અસર પડશે અને એ જરીતે ખરીદીમાં પણ ઘટાડો થઈ શકે છે. ભાવ વધારો થવાથી ઘણા એકમો બંધ પણ થઈ શકે છે.