BIG BOSS 11ની રનર અપ એક હાથમાં યુરીન બેગ અને બીજા હાથમાં બ્લડ બેગ પકડેલી જોવા મળી : ફેન્સ થયા ભાવુક
‘બિગ બોસ 11’ની રનર અપ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી હિના ખાને એક ખૂબ જ ભાવુક તસવીર શેર કરી છે. હિના સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તે દરરોજ જાગે છે, પોતાની સંભાળ રાખે છે અને કેન્સરને લડત આપે છે. એટલું જ નહીં, તે અન્ય કેન્સરના દર્દીઓને પણ લડવાની હિંમત આપે છે. હિના ખાન અનેક ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. તેના પરથી જાણી શકાય છે કે તે કઈ સ્થિતિમાં છે. ત્યારે આ વખતે પણ તેણે ફોટા શેર કર્યા છે જેને જોયા બાદ ફેન્સ ઈમોશનલ થયા છે.
હિનાએ કેપ્શનમાં લખ્યું…
હિનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં હિના હોસ્પિટલના કોરિડોરમાં ઉભી જોવા મળી રહી છે. એક હાથમાં યુરીનની થેલી અને બીજા હાથમાં લોહીની થેલી દેખાય છે. આ તસવીર પોસ્ટ કરીને હિનાએ લખ્યું છે કે, ‘ રોશની કી તરફ બઢતે મેરે કદમ ઓર ઠીક હોને કે લિયે ઇસ કોરિડોર સે ગુજરતી હુઈ મે’હિનાની આ પોસ્ટે તેના ફેન્સને ઈમોશનલ કરી દીધા છે.’ તેઓ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને હિંમત આપી રહ્યા છે.
લોકોએ પોસ્ટ પર કોમેન્ટ કરીને હિનાની હિંમત વધારી
લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને હિનાના વખાણ કરી રહ્યા છે. એકે કહ્યું- મારું હૃદય ખૂબ દુઃખી છે. ચિંતા કરશો નહીં. મને ખાતરી છે કે તમે ચોક્કસપણે પાછા બાઉન્સ કરશો. મારી મજબૂત છોકરી. બીજાએ કહ્યું, ‘તમે સારું થઈ જશો, ઉપર ભગવાન તમારી સાથે છે.’ ત્રીજાએ લખ્યું, ‘હિના જલ્દી સ્વસ્થ થઈ જા. તમને ઘણો પ્રેમ અને ઘણાં સકારાત્મક વાઇબ્સ મોકલી રહ્યાં છીએ.