રાજકોટ : ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો, યુવતીને લગ્નની લાલચ આપી સગાઈ કરીને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા’તા
- ગોળધાણા ખાધા બાદ ભાવી ભરથારે ૩ વખત દુષ્કર્મ આચરી ફોટા-વિડીયો વાયરલ કરવાની આપી ધમકી: અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ભાંડો ફૂટ્યો
- યુવતીએ અરજી કર્યા બાદ ૧૫ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરતા મીડિયા સમક્ષ આવતા જ ગુનો નોંધાયો
રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ ગૌરવપથ ઉપર રહેતી યુવતીને લગ્નની લાલચ આપે તેની સાથે સગાઈ કરીને તેના પર અનેક વખત દુષ્કર્મ ગુજારી હતું ત્યારબાદ તેના ફોટો વિડીયો વાયરલ કરી નાખવાની ધમકી આપતો હતો. અને યુવતીને તરછોડી પોતે અન્ય સાથે પરણી જતા ભોગ બનનાર યુવતીએ તેના વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદ ૧૫ દિવસ સુધી તેમાં કોઈ કાર્યવાહી ન થતા તે મીડિયા સમક્ષ આવી હતી અને ગઈકાલે પોલીસ દ્વારા દુષ્કર્માનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવની વિગતો મુજબ આશરે ૧૫ દિવસ પૂર્વે ગૌરવપથ ઉપર રહેતી યુવતીએ નુતનનગરમાં રહેતા અને ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ જીત રસિકભાઈ પાબારી તેના પિતા રસિકભાઈ જેન્તીલાલ પાબારી અને માતા પ્રીતીબેન પાબારી સામે પૂર્વ આયોજિત કાવતરું રચી જીતએ દુષ્કર્મ આચરી તેના માં-બાપે તેમાં સાથ આપ્યાની માલવિયાનગર પોલીસ મથકમાં અરજી કરી હતી.અરજીમાં જણાવ્યું હતું કે ૨૦૧૪માં પોતે અભ્યાસ કરતી ત્યારે ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા એક્સેપ્ટ કર્યા બાદ બંને વાતચીત કરતા અને બાદમાં જીતએ તું મને પસંદ છો મારે તારી સાથે લગ્ન કરવા છે તેવું કહેતા મેં મમ્મી-પપ્પા સાથે વાત કરવાનું કહેતા બંનેના પરિવાર સહમત થયા હતા અને ૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ગોળધાણાની વિધિ કરી હતી તે પછી તેના પરિવાર સાથે દુબઈ ફરવા ગઈ હતી.
પ્રથમ વખત રાજકોટની હોટલમાં બળજબરી કરી હતી બાદમાં દિવાળીએ તેના ઘર જતા રૂમમાં બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતા પ્રતિકાર કરતા તારી સાથે લગ્ન કરવા છે આવું બધું ચાલ્યા કરે તેવું કહ્યું હતું કોઈને કહીશ તો દુષ્કર્મનો વિડીયો ફોટો બતાવી વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં મારા ઘરના સભ્યો બહાર ગયા હોય બે વખત દુષ્કર્મ આચયું હતું.તેના માં-બાપને આ અંગે વાત કરતા તેણે પુત્રનો સાથ આપી સગાઈ તોડવાનું કહ્યું હતું.
જેથી ફરિયાદ કરનાર યુવતી સાથે સગાઈ તોડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા હોવાની જાણ ભોગ બનનાર યુવતીને થતા તેને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ અરજી કર્યાના ૧૫ એક દિવસ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા યુવતી મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી. જેથી આ ઘટના ચકચારી બની જતા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે.