દેશમાં મોંઘવારીની સ્થિતિ અંગે વિદેશી એજન્સીઓ શું કહે છે ? વાંચો
2025 માં 6.8 અને 2026 માં 6.7 ટકા દર રહેવાની આગાહી કરી; રિઝર્વ બેન્ક હજુ પણ સાવધાની સાથે જ આગળ વધશે
દેશમાં મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય બનેલી છે અને માત્ર સરકાર અને જનતા માટે જ નહીં પણ વિદેશી એજન્સીઓ માટે પણ આ ચિંતાનો વિષય હોવાનું બહાર આવ્યું છે. રેટિંગ એજન્સી એસએન્ડ પી ગ્લોબલે 25 નવેમ્બરે યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો બાદ એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેની આર્થિક આગાહી અપડેટ કરી છે. અન્ય એજન્સીઓ પણ આ મુદા પર સમાન મત ધરાવે છે અને મોંઘવારીને પડકાર જ ગણે છે.
દરમિયાન, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતની જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.7% અને નાણાકીય વર્ષ 2027 માટે 6.8% કર્યું છે. જોકે, એસએન્ડપી ગ્લોબલે નાણાકીય વર્ષ 2025માં 6.8% જીડીપી વૃદ્ધિનો અંદાજ જાળવી રાખ્યો છે.
રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઊંચા વ્યાજ દરો અને નીચા રાજકોષીય પ્રોત્સાહનને કારણે શહેરી માંગના અભાવને કારણે આ નાણાકીય વર્ષમાં ભારતમાં જીડીપી વૃદ્ધિ 6.8% સુધી મર્યાદિત રહી શકે છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ હાલમાં સારી સ્થિતિમાં છે, પરંતુ અન્ય ઉચ્ચ-આવર્તન સૂચકાંકો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રને થયેલા નુકસાનને કારણે વૃદ્ધિમાં થોડો ઘટાડો સૂચવે છે. એજન્સીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2028 માં માં ભારતનો જીડીપી 7% ના દરે વૃદ્ધિ પામશે.
મોંઘવારી સમસ્યા બની
એસએન્ડપીએ તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્ય ચીજવસ્તુઓ પર સતત વધી રહેલા ફુગાવાના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દરોમાં ઘટાડો મોકૂફ રાખી રહી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે આરબીઆઈ વર્તમાન નાણાકીય વર્ષમાં એટલે કે 31 માર્ચ, 2025 સુધી દરોમાં માત્ર એક જ વાર ઘટાડો કરી શકે છે. સરકાર તો બધુ જ સારું હોવાનું કહે છે પણ સ્થિતિ અલગ જ છે અને લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ જ બની રહ્યું છે.
