મહારાષ્ટ્રના મતદારોનો સ્પષ્ટ ચુકાદો: શિવસેના એકનાથ શિંદેની, એનસીપી અજીત પવારની
કોંગ્રેસનો અભૂતપૂર્વ કરુણ રકાસ
હારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલી ઉથલપાથલમાં બે શક્તિશાળી સ્થાનિક રાજકીય પક્ષો શિવસેના અને એનસીપીનું વિભાજન થયું હતું. શિવસેનાના બે ફાડયા કરી એકનાથ સિંધી 37 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ અને મુખ્યમંત્રી બન્યા હતા. અજીત પવાર સાથે છેડો ફાડી મહાયુતિમાં
જોડાઈ ગયા હતા અને નાયબ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ શિવસેના તોડવા બદલ એકનાથ સિંધીને ગદ્દાર અને દગાખોર ગણાવ્યા હતા. મતદાનના આગલા દિવસે તેમણે પોતાની શિવસેનાને અસલી ગણાવી
એકનાથ શિંદેને સજા કરવાની મતદારો સમક્ષ માગણી કરી હતી.
બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં ચાણક્ય ગણાતા
શરદ પવારે પણ અજીત પવાર ઉપર પક્ષ તોડવાનો આક્ષેપ કર્યો હતો. શરદ પવારે એનસીપીના ઉમેદવારો માટે ધુઆધાર પ્રચાર કર્યો હતો. આ બધી મથામણ બાદ પણ મતદારોએ આપેલો ચુકાદો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી માટે આઘાતજનક સાબિત થયો છે.
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં આ ચૂંટણીમાં
શિવસેના (ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસને સૌથી ઓછી બેઠકો મળી છે. મતદારોએ શિંદે અને અજીત પવાર ઉપર પસંદગીનો કળશ ઢોળી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને ફેંકી દીધા છે.
મહારાષ્ટ્રની ચૂંટણીના આ પરિણામોને પગલે ઠાકર ની શિવસેના અને શરદ પવાર ની એનસીપીમાં હજુ પણ ભંગાણ પડવાની સંભાવના વ્યક્ત થવા લાગી છે.
લોકસભાની ચૂંટણીમાં 13 બેઠકો મેળવીને મુખ્ય પક્ષ તરીકે ઊભરી આવેલા કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે.
મહા વિકાસ એ ગાડીમાં સૌથી વધારે 102 ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેમાંથી માત્ર 16 ઉમેદવારો જ વિજય બન્યા હતા. મહારાષ્ટ્રના ઇતિહાસમાં કોંગ્રેસને મળેલી આ સૌથી ઓછી બેઠકો છે. કોંગ્રેસના અનેક દિગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
ચૂંટણી પહેલા
મહાયુતી
ભાજપ. 102
શિવસેના (શિંદે). 38
એનસીપી (અજીત પવાર) 40
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ. 37
શિવસેના ( ઠાકરે ) 16
એનસીપી (શરદ પવાર) 12
ચૂંટણી ના પરિણામો પછી
મહાયુતી
ભાજપ 133
શિવસેના 56
એનસીપી 41
મહા વિકાસ અઘાડી
શિવસેના (યુબીટી) 20
કોંગ્રેસ 16
એનસીપી (SP) 10
કયા પક્ષના કેટલા ઉમેદવારો
મેદાનમાં હતા
મહાયુતી
ભાજપ 145
શિવસેના 81
એનસીપી 59
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ 102
શિવસેના (ઠાકરે )92
એનસીપી (શરદ પવાર) 86
કેટલી બેઠકો મળી
મહાયુતી
ભાજપ 133
શિવસેના 56
એનસીપી 41
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ 16
શિવસેના(ubt) 20
એનસીપી (sp) 10