Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લકઝરિયસ હોટેલમાં ડૉક્ટરો માટે દરરોજ થાય છે ટેબલ મિટિંગ

Wed, November 20 2024

ડૉક્ટર-દવા કંપની વચ્ચે કમીશનનોખેલ’ કેવી રીતે-ક્યાંથી થાય છે શરૂ ?

દવાનોવિકાસ’ કરવા માટે કંપની જ મોંઘીદાટ હોટેલમાં ડૉક્ટરોને ભેગા કરીને કરાવે છે ભાવતાં ભોજનીયા સહિતના ટેસડાં' ટેબલ મિટિંગ’ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે એમ.આર.સીધા ડૉક્ટરની મુલાકાતે પહોંચી જાય છે’ને શરૂ થાય છે કમિશનની ટકાવારીનો ખેલ'

ગાયનેક, એમ.ડી.ફિઝિશ્યન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગેસ્ટ્રો, ઓન્કોલોજીસ્ટ સહિતની ફેકલ્ટીના તબીબો આપે છે હાજરી’


પાઘડીનો વળ છેડે…કહેવત માફક દર્દીઓ કેવી રીતે ડૉક્ટર-દવા કંપની વચ્ચે ચાલતા કમિશનના ખેલને કારણે ચીરાઈ રહ્યા છે તેનો એક બાદ એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો તરફથી પણ આ ઝુંબેશને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અત્યારે મહત્તમ લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ડૉક્ટર સાથે કમિશનનું સેટિંગ' પાર કેવી રીતે પડતું હશે ? શું કોઈ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મતલબ કે એમ.આર. સીધા ડૉક્ટરના ક્લિનિક કે હોસ્પિટલે જઈને ડૉક્ટર સામે બંધ ચેમ્બરમાં બેસીને કમિશનનુંમિશન’ પાર પાડતાં હશે કે પછી બીજો પણ કોઈ રસ્તો હશે ? લોકોના આ સવાલોનો જવાબ વોઈસ ઓફ ડે' શોધી લાવ્યું છે અને આખેલ’ શરૂ ક્યાંથી થાય છે તેનું મુળ પણ પકડી લેવામાં આવ્યું છે.


ઉદાહરણ તરીકે દવા બનાવતી એક કંપની અલગ-અલગ દવાની ૧૦ જેટલી પ્રૉડક્ટનું ઉત્પાદન કરે છે અને ડૉક્ટરો સાથેના સેટિંગ'ને કારણે તેનું બજારમાં વેચાણ બંબાટ થવા લાગે છે એટલે કંપનીને પ્રોડક્ટમાં વધારો કરવાનો વિચાર આવે છે. હવે કંપની વધુ ૧૦ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે પરંતુ તેનો પ્રચાર એક સાથે અને બહોળો કેવી રીતે કરવો તેની વિચારણાના અંતે પ્રતિષ્ઠિત મતલબ કે જ્યાં સૌથી વધુ દર્દી જતા હોય અને જેમનું તબીબી ક્ષેત્રમાં વજન પડતું હોય તેવા તબીબો માટે લકઝરિયસ હોટેલમાં એક બેઠકનું આયોજન કરે છે. આ બેઠકનેટેબલ મિટિંગ’ તરીકે ઓળખવામાં આવે છે જે કાયદેસર છે કેમ કે આ બેઠકમાં દવા કંપની માત્ર પોતાની પ્રોડક્ટનો જ પ્રચાર કરતી હોય છે. જો કે પ્રચારના નામે મોંઘીદાટ હોટેલમાં ડૉક્ટરોને મનભાવતાં ભોજનીયા પીરસવામાં આવે છે.


આ બેઠક પૂર્ણ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે દવા કંપનીના એમ.આર. ટેબલ મિટિંગમાં હાજર ડૉક્ટરના ક્લિનિક અથવા હોસ્પિટલે પહોંચી જાય છે અને નવી પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે શરૂ થાય છે બેઠકોનો ધમધમાટ. અહીં પણ પ્રથમ મિટિંગે કશું થતું નથી. બે-ત્રણ મિટિંગ થયા બાદ કમિશનની ટકાવારી નક્કી થાય છે અને બધું સમુંસુતરું પાર પડે એટલે પછી ડૉક્ટર ચોક્કસ કંપનીની દવા લખવાનું શરૂ કરે છે જે પછી ગમે એટલી મોંઘી હોય કે સસ્તી હોય દર્દીએ તેની ખરીદી કરવા માટે કાં તો ડૉક્ટરના મેડિકલ કાં તો ડૉક્ટરને જ્યાંથી વધુ `લાભ’ મળતો હોય તે મેડિકલ સ્ટોરમાંથી જ દવાની ખરીદી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે.


આ ટેબલ મિટિંગમાં અલગ-અલગ ફેકલ્ટીના ડૉક્ટરોને હાજર રાખવામાં આવે છે જેમાં ગાયનેક, એમ.ડી.ફિઝિશ્યન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગેસ્ટ્રો, ઓન્કોલોજીસ્ટ સહિતનો સમાવેશ થતો હોવાનું જાણકારો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એક ડૉક્ટર દવા લખે, બીજા ન લખે એટલે ડૉક્ટર જ કરે છે ભલામણ' !

ટેબલ મિટિંગ’માં હાજર ડૉક્ટર સાથે એમ.આર. દ્વારા કમિશનની ટકાવારી નક્કી થયા બાદ એ ડૉક્ટર તો દવા લખવાનું શરૂ કરી દે છે પરંતુ અન્ય ડૉક્ટર હજુ આ ચેઈનમાં સામેલ થઈ રહ્યા ન હોય એટલે એમ.આર. દ્વારા કમિશન નક્કી કરનાર ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે છે અને બીજા ડૉક્ટરને પણ પોતાની દવા લખવા માટેની `ભલામણ’ કરવા માટે મનાવવામાં આવે છે. આ પછી એક ડૉક્ટર બીજા ડૉક્ટરને ચોક્ક્સ કંપનીની દવા લખવા માટે ભલામણ કરાય છે. આ રીતે કમિશનની જાળનો ફેલાવો વધુને વધુ થવા લાગે છે.

તમારે કોન્ફરન્સમાં ભાગ લેવો છે ? ચિંતા ન કરો…અમે છીએ
રાજકોટ સહિત આખા દેશમાં તબીબો માટે અલગ-અલગ કોન્ફરન્સ આયોજિત થતી હોય છે જેમાં કોઈ તબીબે ભાગ લેવો હોય તો નિશ્ચિત રકમ ભરપાઈ કરીને રજિસ્ટે્રશન કરાવવાનું હોય છે. આ કોન્ફરન્સ તબીબ માટે એટલે મહત્ત્વની બની રહેતી હોય છે કેમ કે તેમાં અનેક નામી-અનામી તબીબો સારવારમાં નવો આવિષ્કાર ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી સહિતના જ્ઞાનની આપ-લે કરતા હોય છે. આ કોન્ફરન્સમાં કોઈ ડૉક્ટર જવા ઈચ્છુક હોય એટલે રકમ ભરપાઈ કરવાની જવાબદારી સીધી દવા કંપની ઉપર ઢોળી દે છે. દવા કંપની આ પૈસા ભરપાઈ પણ કરી આપે છે અને છેલ્લે જ્યારે `હિસાબ’ થાય એટલે રજિસ્ટે્રશન માટે ભરપાઈ કરેલી ફીની કપાત પણ કરી લેતી હોય છે.

સ્ટાફમિટિંગ ઉપરાંત ફિલ્મ જોવા-જમવા જવા સહિતનો ખર્ચ પણ કંપનીઓ પર નખાય છે
રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં છાશવારે સ્ટાફમિટિંગ સહિતના કાર્યક્રમ થતા હોય છે. આ ઉપરાંત અનેક હોસ્પિટલ દ્વારા વાર-પરબે સ્ટાફને સાગમટે ફિલ્મ જોવા અથવા તો જમવા લઈ જવા માટે પણ જાણીતી છે ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સઘળો ખર્ચ પણ ડૉક્ટર અથવા હોસ્પિટલ દ્વારા દવા કંપની પર નાખી દેવામાં આવે છે કેમ કે આ જ ડૉક્ટરો જે તે દવા કંપનીની દવા લખવામાં ક્યારેય પાછીપાની કરતા હોતા નથી ! બાદમાં દવા કંપની આ તમામ ખર્ચ દર્દીઓને મોંઘા ભાવે દવા વેચીને વસૂલ કરી લ્યે છે !

અનેક ડૉક્ટર ફાર્મા કંપનીના ખર્ચે વિદેશની `સહેલગાહ’ માણી આવ્યા
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં અનેક એવા ડૉક્ટરો છે જેમની ગણના ટોચના તબીબોમાં થાય છે ત્યારે આવા તબીબો દવા કંપનીના ખર્ચે વિદેશની સહેલગાહ માણી આવ્યાના પણ અનેક દાખલા છે. આ પ્રકારના તબીબો પાસે દરરોજ દર્દીઓ ખૂટવાનું નામ લઈ રહ્યા ન હોવાથી જો તે ડૉક્ટરને સાચવી લેવામાં આવે તો જે તે કંપનીની દવા લખવાનો વધુ આગ્રહ રહે અને તેના કારણે દવાના વેચાણમાં પણ જોરદાર વધારો થતો હોય છે.

ગુજરાત બહારનો એક રિસોર્ટ તબીબો માટે ફેવરિટ', ધૂબાકા મારવાનું કોઈ ચૂકતું નથી તબીબી આલમ પાસેથી જ જાણવા મળેલી વિગતો મુજબ દવા કંપનીઓ દ્વારા વર્ષમાં એકાદ-બે વખત તબીબોને ગુજરાત બહારના એક રિસોર્ટમાં લઈ જવામાં આવે છે અને ત્યાં દરેક પ્રકારનીસગવડ’ ઉપલબ્ધ રાખવામાં આવે છે. એકાદ-બે વખત અહીં ગયા બાદ આ રિસોર્ટ તબીબો માટે પણ ફેવરિટ બની ગયો હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

શાદી મુબારક: બે મહિનામાં રાજકોટની વેડિંગ ઇન્ડસ્ટ્રીઝનો 600 કરોડનો વેપાર

Next

ઉત્તર પ્રદેશમાં આજે નવ બેઠકો પરમતદાન: યોગીની પ્રતિષ્ઠા દાવ પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
5 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
6 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
6 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
6 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ મિનીટ જેલની હવા ખાધી, સામાન્ય કેદીની જેમ ફોટો પણ પડાવ્યો
નેશનલ
2 વર્ષ પહેલા
31 માર્ચ 2026, નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે, ડાબેરી ઉગ્રવાદનો અંત આવશે : સંસદમાં ગૃહમંત્રી અમિતશાહનું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
નો કોપી કેસ ! રાજકોટમા બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ૧૭૦૨ વિદ્યાર્થીઓ ગેરહાજર
રાજકોટ
2 વર્ષ પહેલા
શેરબજારમાં મંદી ફરી વળી : સેન્સેક્સ 885 પોઈન્ટ તુટ્યો
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર