Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

કાલે દેવદિવાળી: સૌરાષ્ટ્રમાં શરણાઈના સૂર સાથે ઉજવાશે તુલસીવિવાહ

Mon, November 11 2024


દેવદિવાળીને પ્રબોધની એકાદશી તરીકે પણ મનાવાય છે: ઠાકોરજી અને તુલસીજીના વિવાહ પછી લગ્નની મોસમ: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

કારતક સુદ અગિયારસ ને તારીખ ૧૨ નવેમ્બર ને મંગળવાર ના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને રિવાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દેવ દિવાળી કારતક સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે તે સિવાય ભારતમાં બીજી બધી જગ્યાએ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે

પૌરાણિક કથા પ્રમાણે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી  એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એ શંખાસુર ને મારી  ક્ષીર સાગરમાં પોઢી જાય છે. સાડા ચાર માસ પછી વિષ્ણુ ભગવાન પાછા  કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી ના દિવસે  જાગે છે. તે પછી તેમના વિવાહ વૃંદા માંથી તુલસી બનેલ દેવી સાથે થાય છે ત્યાર બાદ ભગવાન વિષ્ણુ વિષ્ણુ લોકમાં પાછા જાય છે ,દેવતાઓ તેમનો દિવડા પ્રગટાવી સ્વાગત કરે છે આથી આ દિવસ ને દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી કહેવામાં આવે છે આમ આ દિવસે તુલસી વિવાહ નુ મહત્વ છે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ ભાઈ જોશી જણાવ્યું હતું.

દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્યતા છે.  આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે.

શેરડીનો માંડવો બનાવવાનુ મહત્વ :-

દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજા નુ તથા શાલિગ્રામ ની પૂજા નુ મહત્ત્વ વધારે છે. સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજી ને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠા નો માંડવો કરવો,ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવા થી દાંપત્યજીવન મા પણ મીઠાશ આવે છે. અષાઢ સુદ અગિયારસ ના દિવસ થી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળી ના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે.

તુલસી વિવાહનુ પૂજન :-

દેવદિવાળીના દિવસે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસીવિવાહ માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય સાંજના ૬.૦૫ થી ૮.૩૬ સુધીનો છે. તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ-શાંતિમાં વધારો થાય છે અને દાંપત્યજીવનમાં મીઠાશ આવે છે.જે કોઈ લોકોને પોતાની કુંવારી કન્યા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ લોકો કરાવતા હોય છે. દેવદિવાળી ના દિવસે સાંજ ના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘી નો દીવો કરી તુલસી તથા શાલિગ્રામ નુ પૂજન કરી ૧૦૮ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને ૧૧ પ્રદક્ષિણા ફરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે.

દેવદિવાળીમાં ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાન નુ સ્વરૂપ છે આથી ભગવાનની પોડશોપચાર પૂજા કરવામાં આવે છે.લોકો ઘણી જગ્યાએ ઘરમા ફ્લેટમા મંદિરમા ધામધૂમ થી કરવામા આવે છે અને લોકો જાનપક્ષ અને કન્યા પક્ષ વાળા બને છે અબીલ ગુલાલ કંકુ ઉડાડી આને ઢોલ બેન્ડ વાજા સાથે ધાર્મિક  વિધિ વિધાન સાથે તુલસી વિવાહ કરશે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શાંતિથી પસાર થશે, ધનનું રોકાણ કરતાં લાભ થવાની શક્યતા

Next

જજ ઉપર ખાનગી હિત ધરાવનારા લોકો દબાણ કરતા હોય છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
7 મિનિટutes પહેલા
રાજકોટમાં મર્ડર વીક! નજીવા કારણોસર છ હત્યા, પોલીસ માટે વ્યાધિ, પ્રજાને ઉપાધિ, પોલીસનો ખૌફ ઘટ્યો કે નેટવર્ક?
52 મિનિટutes પહેલા
…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
1 કલાક પહેલા
રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

સલમાન ખાને બિગ બોસ 18 શો છોડી દીધો હોવાની અટકળો
Entertainment
12 મહિના પહેલા
લગ્નમાં જરૂર આવજો…. મુકેશ અંબાણીએ એકનાથ શિંદેને પુત્ર અનંતના લગ્નનુ આમંત્રણ આપ્યું
Entertainment
1 વર્ષ પહેલા
શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી, બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
પહેલગામ આતંકી હુમલાને પગલે વકફ સંબંધિત દેખાવો સ્થગિત કરવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર