દિવાળીએ પરિવાર રાજસ્થાન ફરવા ગયોને તસ્કર મકાનમાંથી 1.13 લાખની મતા ચોરી ગયા
નાનામવા રોડ પર દેવનગરનો બનાવ : માલવિયા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
શહેરના નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં રાજસ્થાન ફરવા ગયો હતો.ત્યારે પાછળથી તેમના બધં મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના-દાગીના સહિત 1.13 લાખની મત્તા ચોરી કરી લીધી હતી. જે અંગે યુવકની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા શકમંદની શોધખોળ કરી છે.
વિગત મુજબ નાનામવા રોડ પર દેવનગર શેરી ન. ૬માં રહેતા રાહુલ રમેશભાઇ દાફડા (ઉ.વ. 26) એ માલવીયા નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,જેમાં પોતે પરિવાર સાથે ગત તા. 4 ના રોજ ઘરને તાળું મારી રાજસ્થાન ફરવા માટે ગયા હતા તા. 7ના રોજ પોતે પરિવાર સાથે જેસલમેર હતા. ત્યારે પાડોશમાં રહેતા મામાના પોતાના મોબાઇલમાં ફોન આવેલ તેઓએ કહેલ કે તારા ઘરમાં તાળા તૂટેલા છે અને ચોરી થઇ હોઇ તેવુ લાગે છે. તેમ વાત કરતા પોતે પોતાના ભાઇ લલીતભાઇને જાણ કરતા ભાઇ તથા મામા બંને પોલીસ સ્ટેશને જઈ ને જાણ કરી હતી બાદ પોલીસે યુવકના ઘરે પહોંચી તપાસ કરી પરંતુ પોતે હાજર ન હોઇ તેથી કઇ ચીજવસ્તુઓ ચોરાઇ તે જાણવા મળ્યું ન હતું બાદ પોતે પરિવાર સાથે મોડી રાત્રે ઘરે આવતા તપાસ કરતા સોના ચાંદીના દાગીના તથા રૂા. 40 હજારની રોકડ મળી રૂ.1.13 લાખની માલમતાની ચોરી થઇ હોવાની ખબર પડતાં પીએસઆઇ એસ.એ.સિંધીએ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.
