વિઝા ફ્રી કન્ટ્રી થાઈલેન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો ?? આ છે ટોપ 5 જગ્યાઓ, જાણો ખાસિયત
થાઈલેન્ડ જવાની પ્લાનિંગ કરતા ભારતીયો માટે એક ગુડ ન્યૂઝ છે. થાઈલેન્ડે ભારતીય નાગરિકો અંતે વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસીને અનિશ્ચિત સમય માટે લંબાવી છે. આ નીતિ અગાઉ 11 નવેમ્બર, 2024 પર સમાપ્ત થવાની હતી. આ નીતિ હેઠળ, ભારતીય પ્રવાસી વિઝા વિના પણ 60 દિવસો સુધી થાઈલેન્ડમાં રોકાઈ શકે છે. તેમને લોકલ ઈમિગ્રેશન ઓફિસથી 30 દિવસનું વધારાનું એક્સટેન્શન પણ મેળવી શકે છે. જો તમે થાઈલેન્ડની ટ્રીપ પ્લાન કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને આજે ટોપ 5 સ્થળો વિશે જણાવશું.
1. ચિયાંગ માઇ અને ચિયાંગ રાય

ઉત્તરી થાઈલેન્ડમાં સ્થિત ચિયાંગ માઈ અને ચિયાંગ રાઈ દેશના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંના એક છે. અહીં તમે બજારો અને ભીડવાળા વિસ્તારોથી દૂર થોડી શાંતિ અનુભવશો. તે ચિંગ નદી પાસે આવેલું છે. ચિયાંગ રાય મંદિર અહીંના સુંદર મંદિરોમાંનું એક છે. ચિયાંગ રાયનું નાઇટ માર્કેટ, વાટ સુઆન ડોક, વાટ ફ્રા કેવ અને બ્લુ ટેમ્પલ પણ જોવાલાયક સ્થળો છે.
2. બેંગકોક

થાઈલેન્ડની રાજધાની બેંગકોક અહીંનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અહીંનું નાઇટ લાઇફ સૌથી પ્રખ્યાત છે. અહીંના જાઝ ક્લબ, વિશ્વ પ્રસિદ્ધ રેસ્ટોરાં અને સુંદર રાત્રિ બજારો તમને મંત્રમુગ્ધ કરશે. બેંગકોકનું ચાઇનાટાઉન ફૂડ બ્લોગર્સનું પ્રિય સ્થળ છે. જો તમે બેંગકોક ગયા હોવ તો અહીં ફરવાનું ભૂલશો નહીં.
3. ફી ફી આઇલેન્ડ

અહીંની ફેરી સર્વિસ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે ફૂકેટના સૌથી મોટા ટાપુઓમાંનું એક છે. આ ટાપુની ખાસિયત એ છે કે અહીંના દરિયાનું પાણી આખું વર્ષ ગરમ રહે છે. આ સિવાય ફી ફી આઇલેન્ડના ગાઢ જંગલો, ખડકો અને સફેદ રેતી પણ ખૂબ જ આકર્ષક છે.
4. કોહ સમુઇ

આ થાઈલેન્ડનો પ્રખ્યાત ટાપુ પણ છે. અહીં તમે સ્ટાઇલિશ સ્પા, પામ વૃક્ષોથી ઘેરાયેલા દરિયાકિનારા, ગાઢ પહાડી જંગલો, નારિયેળના ગ્રોવ્સ અને લક્ઝરી રિસોર્ટ્સમાં એક શાનદાર રજાઓનું આયોજન કરી શકો છો. આ જગ્યાનું સી ફૂડ પણ ખૂબ પ્રખ્યાત છે, જેનો તમારે ચોક્કસથી સ્વાદ લેવો જોઈએ. આ ઉપરાંત, તમે મુ કો આંગ થોંગ નેશનલ મરીન પાર્ક, ના મુઆંગ વોટરફોલ, ફિશરમેન્સ વિલેજ, વાટ ફ્રા યાઈ અને ચાવેંગ બીચ પણ જોઈ શકો છો.
5. ક્રાબી

આ ટાપુને ચૂનાના પથ્થરનો ટાપુ માનવામાં આવે છે. પ્રવાસીઓ અહીં સ્કુબા ડાઈવિંગ માટે આકર્ષાય છે. આ કિનારાના દરિયામાં 200 થી વધુ પ્રાણીઓ જોવા મળે છે. આ ટાપુ પર વોટર સ્પોર્ટ્સનાં મહાન કાર્યક્રમો પણ છે. અહીં નાઇટ સ્પોટ્સ પણ ખૂબ જ જીવંત અને જોવાલાયક છે.