રાજસ્થાનમાં મોટો અકસ્માત : સીકરમાં બસ પુલની દીવાલ સાથે અથડાતાં 11થી વધુ લોકોના મોત, 30થી વધુ ઘાયલ
દેશમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના રાજસ્થાનમાં સામે આવી છે જેમાં સીકરમાં મંગળવારે બપોરે એક ભયાનક અકસ્માત થયો હતો. જિલ્લાના લક્ષ્મણ ગઢ વિસ્તારમાં લક્ષ્મણ ગઢ કલ્વર્ટ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ કાબૂ બહાર ગઈ હતી. થોડી જ વારમાં આ બસ પૂરપાટ ઝડપે પુલ સાથે અથડાઈ હતી. જેના કારણે બસનો ડ્રાઈવર સાઇડનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં 11થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
सीकर के लक्ष्मणगढ़ क्षेत्र में बस दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद एवं हृदयविदारक है। मेरी गहरी संवेदनाएं मृतकों के शोकसंतप्त परिवारजनों के साथ हैं।
— Bhajanlal Sharma (@BhajanlalBjp) October 29, 2024
संबंधित अधिकारियों को घायलों का समुचित उपचार सुनिश्चित करने हेतु निर्देशित किया गया है।
प्रभु श्री राम से प्रार्थना है कि…
બસ દુર્ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સત્તાવાર એક્સ હૈંડલ પર લખ્યું છે કે, સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુ:ખદ અને હ્દયવિદારક છે. મારી ઊંડી સંવેદના મૃતકોના શોકસંતપ્ત પરિવાર સાથે છે. તેની સાથે જ સંબંધિત અધિકારીઓને ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.
બસે કાબુ ગુમાવ્યો હતો અને બપોરે 2 વાગ્યે કલ્વર્ટ સાથે અથડાઈ હતી
ઘાયલોને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટના મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે લક્ષ્મણગઢમાં એક પુલ પાસે બની હતી. બસ સાલાસરથી લક્ષ્મણગઢ આવી રહી હોવાનું જણાવાયું હતું. આ દરમિયાન તે કાબૂ બહાર જઈને એક કલ્વર્ટ સાથે અથડાઈ હતી.
બસનો સાઈડનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો
પુલની દિવાલ સાથે અથડાયા બાદ બસને ભારે નુકસાન થયું હતું. બસની ડ્રાયવર સાઇડનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કર બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ પછી લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને એક પછી એક બધાને નજીકની લક્ષ્મણગઢ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
સાંસદ, કલેક્ટર, એસપી સહિત અનેક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા
માહિતી મળતા જ સીકરના સાંસદ અમરા રામ, કલેક્ટર મુકુલ શર્મા, એસપી ભવન ભૂષણ યાદવ, સિટી ડીએસપી (આઈપીએસ) શાહીન સી અને એડીએમ રતન કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કોંગ્રેસ પીસીસી અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.