ગ્રેટર નોઈડામાં સિન્થેટિક ડ્રગબનાવતી લેબોરેટરી ઝડપાઈ
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગ્રેટર નોઇડામાં સિન્થેટિક ડ્રગ બનાવતી લેબોરેટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. તે સ્થળેથી 95 કિલો મેથામફેટેમાઈન, ડ્રગ બનાવવા માટેના રસાયણો તેમજ આધુનિક સાધનો કબજે કરવામાં આવ્યા હતા.આ ડ્રગ રેકેટમાં તિહાર જિલ્લા એક વોર્ડનની સંડવણી ખૂલતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે તેના ઉપરાંત દિલ્હીના એક વેપારી અને મુંબઈના કેમિસ્ટની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો દિલ્હીનો વેપારી દરોડા સમયે સ્થળ ઉપર જ હતો. આ અગાઉ પણ તેની ડીઆરઆઈ દ્વારા એક વખત નાર્કોટિક એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ બનાવવા માટેના રસાયણો તથા સાધનો તિહાર જેલના વોર્ડને મેળવી આવવાનું તપાસમાં ખુલ્યું હતું. ઉત્પાદનની આખી પ્રક્રિયા મુંબઈના કેમિસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવતી હતી. આ લેબોરેટરીના તાણાં વાણાં મેક્સિકોની ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલા હોવાનું પોલીસનું માનવું છે.અત્રે એ નોંધવું જરૂરી છે કે દેશમાં અનેક શહેરોના ઔદ્યોગિક વિસ્તારોમાં સિન્થેટિક ડ્રગ બનાવતી ફેક્ટરીઓનું ચલણ ચિંતાજનક રીતે વધ્યું છે. દિલ્હીમાં મંગળવારે ઝડપાઈ તેવી જ લેબોરેટરીઓ આ અગાઉ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની ઔદ્યોગિક વસાહતોમાં પકડાઈ હતી. રાજધાની દિલ્હીમાં ડ્રગ નો કારોબાર બેફામ વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં જ બે સ્થળે દરોડા પાડી તપાસની એજન્સીઓએ 7,600 કરોડની કિંમતનું નશીલું ડ્રગ જપ્ત કર્યું હતું.