દિવાળી વેકેશનમાં શિક્ષકોને ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાતા કચવાટ
21 દિવસના વેકેશનની શિક્ષકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે કામ સોંપવામાં આવતા નારાજગી
પ્રથમ સત્ર ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે 21 દિવસનું વેકેશન પડી ગયું છે ત્યારે આ વેકેશનની રજામાં શિક્ષકોને ઇ કેવાયસીની કામગીરી પૂર્ણ કરવાના આદેશ શિક્ષકોમાં કચવાટ ફેલાઈ ગયો છે. પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં પ્રથમ સત્ર ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે શિક્ષકો 21 દિવસના વેકેશનની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ, સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઇ કેવાયસીની મહત્વપૂર્ણ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી શિક્ષકો સહિતના કર્મચારીઓને દિવાળીના વેકેશન દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે આધાર કાર્ડ પહેલેથી જ અપડેટ કરી દેવાયું હતું. શિષ્યવૃત્તિ ઇ કેવાયસી કામગીરીમાં વાલીઓના મોબાઇલ લેવા જરૂરી છે. કેટલાક બનાવમાં શિક્ષકો અને વાલીઓનો સમય વ્યર્થ થયો હતો જેના લીધે આ કામગીરી રજામાં પૂરી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
