સેન્સેક્સ 980 પોઈન્ટ તુટ્યો : રોકાણકારોએ 9 લાખ કરોડ ગુમાવ્યા
બજાજ ફાયનાન્સ, L&T, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સ અને SBIના શેરોમાં ભારે ધોવાણ
વિદેશી ફંડોની આક્રમક વેંચવાલીને કારણે શેરબજારમાં મંગળવારે ભારે મંદી છવાયેલી રહી હતી અને સેન્સેક્સ 980 પોઈન્ટ સુધી તુટ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 930 પોઈન્ટ તૂટીને 80220 ઉપર અને નિફ્ટી 310 પોઈન્ટ તૂટીને 24472 ઉપર બંધ થયો હતો. બજાજ ફાયનાન્સ, L&T, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સ અને SBIના શેરોમાં ભારે ધોવાણ જોવાયુ હતું અને રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ.
બી.એસ.ઈ. નાં ટોચના 30 શેરોમાંથી એક માત્ર આઈ.સી.આઈ.સી.આઈ.નાં શેર ગ્રીન ઝોનમાં હતા બાકીના ૨૯ શેર રેડ ઝોનમાં કારોબાર કરતા હતા. સૌથી વધુ અસર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં શેરોમાં 3.29 ટકા જોવા મળી હતી.