રાજસ્થાનમાં એક બાબા પર કેવો આરોપ મુકાયો ? શું થયું ? જુઓ
રાજસ્થાનના સીકરમાં એક મંદિરના બાબા વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ મૂકતા ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, બાબાએ તંત્ર વિદ્યાની આડમાં નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ ઘટના કોઈને જણાવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના શ્રેત્રપાળ મંદિરના બાબા બાલકનાથ સહિત અન્ય બે લોકોની વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
બાબા બાલકનાથે તંત્ર વિદ્યાની મદદથી તેના પરિવારની સમસ્યાઓ દૂર કરવાનું વચન આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. બાબા અને તેના ડ્રાઈવરે આ અંગે કોઈને પણ ન જણાવવા ધમકી આપી હતી. જો કોઈને જાણ કરી તો તેના આખા પરિવારને મારી નાખવા તેમજ તેનો દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તે મંદિરમાં પુજા કરવા ગઈ હતી. જ્યાં રાજેશ નામનો યુવક મળ્યો હતો. રાજેશે તેને બાબા બાલકનાથનો સંપર્ક કરાવ્યો હતો. બાબા બાલકનાથે તેની સમસ્યા દૂર કરવાનું વચન આપ્યું હતું. થોડા દિવસો બાદ બાબા બાલકનાથ તેને પોતાની ગાડીમાં તેના ઘરે મૂકી જવાનું કહ્યું, રસ્તામાં તેને પ્રસાદના નામે પેંડા ખવડાવ્યા હતા. પેંડા ખાતા જ યુવતી બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું.