હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી…’ન્યાયની દેવી’ની આંખો ખૂલી: હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે. હવે તેમના હાથમાં તલવારનું સ્થાન બંધારણે લઈ લીધું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ન્યાયની દેવીની આંખની પટ્ટી કાયદા સમક્ષ સમાનતાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે અદાલતો તેમની સમક્ષ હાજર વ્યક્તિઓની સંપત્તિ, શક્તિ અથવા સ્થિતિના અન્ય ચિહ્નો જોઈ શકતી નથી, જ્યારે તલવારને સત્તાનું પ્રતીક માનવામાં આવતું હતું અને અન્યાયને સજા કરવાની શક્તિ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના આદેશ પર સુપ્રીમ કોર્ટની જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત નવી પ્રતિમામાં આંખો ખુલ્લી છે અને ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણ છે. સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. હવે નવા ભારતના ન્યાયની દેવીની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે અને હાથમાં તલવારને બદલે તેમના બંધારણ રાખવામાં આવ્યું છે.
ન્યાયની દેવીમાં ફેરફાર કરવામાં આવ્યા
બ્રિટિશ કાયદામાં થોડાં સમય પહેલા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ભારતીય ન્યાયતંત્રે પણ અંગ્રેજોના જમાનાને પાછળ છોડીને નવો દેખાવ અપનાવવાનું શરૂ કર્યું છે. આ તમામ પ્રયાસો CJI DY ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યા છે. તેમની સૂચના પર ન્યાયની દેવીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી જ પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે.
હાથમાં તલવારને બદલે બંધારણ
આ રીતે દેશની સર્વોચ્ચ અદાલતે એવો સંદેશ આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નિર્દેશ પર ન્યાયની દેવીની આંખ પરથી પાટા હટાવીને તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. મૂર્તિના હાથમાં ત્રાજવુંનો અર્થ છે કે ન્યાયની દેવી નિર્ણય લેવા માટે કેસના પુરાવા અને હકીકતોનું વજન કરે છે. તલવારનો અર્થ એ હતો કે ન્યાય ઝડપી હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવી પ્રતિમાનો ઓર્ડર CJI DY ચંદ્રચુડે આપ્યો છે. તેનો હેતુ એ સંદેશ આપવાનો છે કે દેશમાં કાયદો આંધળો નથી અને તે સજાનું પ્રતીક નથી. જૂની પ્રતિમા પરની આંખે પાટા બતાવે છે કે કાયદાની નજરમાં દરેક સમાન છે. જ્યારે તલવાર સત્તા અને અન્યાયને સજા કરવાની શક્તિનું પ્રતીક હતું.
જો કે, પ્રતિમાના જમણા હાથમાં ત્રાજવું જૈસે થે રાખવામાં આવ્યું છે, કારણ કે તે સમાજમાં સંતુલનનું પ્રતીક છે. ત્રાજવું દર્શાવે છે કે અદાલત કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા બંને પક્ષોની હકીકતો અને દલીલોને જુએ છે અને સાંભળે છે.
બ્રિટિશ યુગનો વારસો પાછળ છોડવાનો પ્રયાસ
આ પ્રતિમાને બ્રિટિશ શાસનની વિરાસત પાછળ છોડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં, ભારત સરકારે બ્રિટિશ શાસન દરમિયાન અમલમાં આવેલા ભારતીય દંડ સંહિતા (IPC) કાયદાની જગ્યાએ ભારતીય દંડ સંહિતા (IPC) કાયદો લાગુ કર્યો હતો. લેડી ઑફ જસ્ટિસની પ્રતિમામાં ફેરફાર કરવાને પણ આ કડી હેઠળ લેવાયેલું પગલું ગણી શકાય.