ફંડોની વેચવાલીને લીધે શેરબજારમાં કડાકો : રોકાણકારોએ ૯ લાખ કરોડ ગુમાવ્યા
સૌથી વધુ નુકસાન મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમા
વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીને કારણે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં શેર બજાર તીવ્ર વેચવાલી સાથે બંધ થયું છે. બેન્કિંગ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોક્સ પર સૌથી વધુ માર પડ્યો છે.સોમવારનાં કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સ ઊંધા મોઢે પડ્યા હતા. અને કારોબારના અંતે સેન્સેક્સ 638 પોઈન્ટ તૂટીને 81050 ઉપર અને નિફ્ટી 198 પોઈન્ટ તૂટીને 24,817 ઉપર બંધ થયો હતો.
સોમવારે બેન્કિંગ અને એનર્જી સ્ટોક્સનું સૌથી વધુ નુકસાન થયું હતું આ ઉપરાંત ઓટો, FMCG, મેટલ્સ, મીડિયા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. માત્ર IT સેક્ટરના શેરોમાં થોડી તેજી જોવા મળી છે.
શેર બજારમાં ચોતરફી વેચવાલીને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બી.એસ.ઈ.ઉપર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 452.20 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 460.89 લાખ કરોડ રૂપિયા હતું. આજના વ્યાપારમાં રોકાણકારોની સંપત્તિમાં 8.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.