રાજકોટ નાગરિક બેંકના ડાયરેક્ટરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
૧૮મી ઓકટોબરથી પ્રારંભ થશે: ૨૯થી ૨ નવે. સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે : ૧૧ નવેમ્બરે મતદાન, ૧૨મીએ મતગણતરી
ગુજરાત સહિતના રાજ્યોમાં કાર્યક્ષેત્ર ધરાવતી શીડયુલ્ડ બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના ડાયરેકટરોની પસંદગી કરવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ૩,૩૭,૮૨૦ રેગ્યુલર સભ્યો ધરાવતી આ બેંકના ૨૧ ડાયરેકટરો ચૂંટવા માટે ચૂંટણી પ્રક્રિયાનો ૧૮મી ઓકટોબરથી પ્રારંભ થશે જે એક મહિના સુધી ચાલશે. આ બેંકમાં નિષાર્થ અને પ્રમાણિક ડાયરેકટરો ચૂંટાય એ નાગરિક બેંક બચાવો સંઘનો સંકલ્પ હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં જણાવયુ છે કે, સેન્ટ્રલ રજિસ્ટ્રાર મારફત નવા કાયદાઓ પ્રમાણે રાજકોટ નાગરિક સહકારી બેન્ક નો ચૂંટણી કાર્યક્રમ આગામી તા.૧૮ ઓક્ટોબર થી ૧ મહિના માટેનો જાહેર થયેલ છે. તટસ્થ ચૂંટણી થાય તે માટે ક્લેક્ટર ની રાહબરીમાં ચૂંટણી અધિકારી કાર્ય કરશે જે અભૂતપૂર્વ અને આવકારદાયક છે. બેન્કમાં ચાલતા સ્કેમ, ફોડ, ગેર નીતિઓ સામે જુબેશ થલાવનાર નાગરિક બેન્ક બચાવો સંઘ એ માટે સંકલ્પબદ્ધ છે કે નવા ડિરેક્ટરો પ્રમાણિક અને નિઃસ્વાર્થ આવવા જોઈએ.સંઘ જાહેર જનતાને એવી અપિલ કરે છે કે બેન્કમાં ચૂંટણી લડવા માટે પ્રમાણિક અને સ્વાર્થ વગરના લોકોએ આગળ આવવું જોઇએ. તેઓને વ્યાપક જન સમર્થન પણ મળવું જોઈએ.ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૧૮ ઓકટોબરે પાત્ર સભ્યો – ડેલીગેટ્સની યાદી બહાર પડશે. ૧૯થી ૨૩ સુધી આ સામે વાંધા રજુ કરવાના રહેશે, ૨૪-૨૭ દરમિયાન વાંધા અરજીની તપાસણી થશે, ૨૮મીએ સભ્યોની અંતિમ યાદી બહાર પડશે. ૨૯થી ૨ નવે. સુધી ઉમેદવારીપત્ર ભરવાના રહેશે. ૨ નવે. ઉમેદવારીપત્રોની જાહેરાત, ૪ નવેમ્બરે પત્રોની ચકાસણી, ૫ નવે. ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત, તે જ દિવસે સાંજે ઉમેદવારી પત્રોની અંતિમ યાદી જાહેર થશે. જરૂર પડયે ૧૧ નવેમ્બરે મતદાન, ૧૨મીએ મતગણતરી, ૧૫મીએ પરિણામની જાહેરાત થશે.