આજથી વિમેન્સ ટી-20 વર્લ્ડકપ: કાલે ન્યુઝીલેન્ડ સામે ભારતની ટક્કર
- રવિવારે પાકિસ્તાન સામે ભારતની ટક્કર: પ્રથમ મુકાબલો બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ વચ્ચે
- યૂએઈમાં ટૂર્નામેન્ટનું આયોજન: ઑસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે
આજથી વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપનો જોરશોરથી પ્રારંભ થશે. આ ટીમમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટી-૨૦ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે સાથે સાથે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પણ ઉતરશે. જ્યારે ભારતીય ટીમ પહેલો વર્લ્ડકપ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. આ વર્લ્ડકપનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું પરંતુ ત્યાં માહોલ બગડતાં હવે ટૂર્નામેન્ટને યુએઈમાં સ્થળાંતરિત કરાઈ છે. દરમિયાન ભારતીય વિમેન્સ ટીમ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. આ પછી ૬ ઑક્ટોબરે તેની ટક્કર પાકિસ્તાન સામે થશે.
આ વર્લ્ડકપમાં ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયાની ટીમ છે. જ્યારે બીજા ગ્રુપમાં આફ્રિકા, ઈંગ્લેન્ડ, વિન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ સામેલ છે. ટૂર્નામેન્ટમાં કુલ ૨૩ મેચ રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યા છે.
ભારતીય ટીમે ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં ઉમદા ફોર્મ બતાવ્યું છે. તેણે મંગળવારે વૉર્મઅપ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૮ રને હરાવ્યું હતું. આ પહેલાં તેણે વિન્ડિઝને ૨૦ રને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમનું વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં સર્વશ્રેેષ્ઠ પ્રદર્શન ફાઈનલમાં પહોંચવાનું રહ્યું હતું. ટીમ ૨૦૨૦માં ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ઑસ્ટ્રેલિયાએ ૮૫ રને હરાવ્યું હતું. ઑસ્ટે્રલિયા અત્યાર સુધીમાં છ વખત ટી-૨૦ વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. જ્યારે એક વખત ઈંગ્લેન્ડ અને એક વખત વિન્ડિઝ ચેમ્પિયન બન્યા છે.
વર્લ્ડકપમાં ભારતના મુકાબલા
