ગોવિંદાના પગમાં વાગેલી ગોળીની તસવીર વાયરલ : જાણો કેવી છે અભિનેતાની તબિયત?
બૉલીવુડ એક્ટર ગોવિંદને ગઈકાલે પગમાં ગોળી લાગવાની ઘટના સામે આવી હતી. અભિનેતાને પોતાની રિવોલ્વર સાફ કરતી વખતે જ મિસ ફાયરિંગ થતાં ગોળી વાગી હતી ત્યારે તેમણે તરત જ ક્રિટીકેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરો દ્વારા ગોળી કાઢવામાં આવી છે જે બાદ સોશિયલ મીડિયામાં તેનો વોઇસનોટ પણ વાયરલ થયો હતો. ત્યારે હવે હવે તે ગોળીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
The bullet is out of the body. He is completely out of danger. #Govinda pic.twitter.com/sNSYI2FJwJ
— Gaurav Srivastav (@gauravnewsman) October 1, 2024
એવી આશા છે કે તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં દેખાતી ગોળી એ જ ગોળી હોવાનું કહેવાય છે જે ગોવિંદાના પગમાં વાગી હતી.
ગોળીથી 2 ઇંચ ઊંડો ઘા
જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે પ્લેટ પર લોહીના ડાઘાવાળી 9mmની ગોળી પડેલી જોઈ શકો છો. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીથી ગોવિંદાના પગમાં 2 ઇંચનો ઘા થયો હતો.
હાલમાં ડોક્ટરે ગોવિંદાના પગમાંથી ગોળી કાઢી હતી જેના કારણે તેને પગમાં 8-10 ટાંકા આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ગોવિંદાની સર્જરી બાદ તેની હાલત હાલ સ્થિર છે. હાલમાં તે ICUમાં દાખલ છે.
ડૉક્ટરે શું કહ્યું ?
રિપોર્ટ્સ અનુસાર, બીજી તરફ ગોવિંદાની સર્જરી કરનાર ડૉ. રમેશ અગ્રવાલે એક નિવેદનમાં કહ્યું, ‘ગોળી પગમાં ફસાઈ ગઈ હતી, જેને અમે સર્જરી દરમિયાન કાઢી નાખી. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેને લોહી વહી રહ્યું હતું. જોકે, સારવાર બાદ તેની હાલત સ્થિર થઈ હતી. ગોવિંદાના પગમાં 8-10 ટાંકા આવ્યા હતા અને તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. હવે તેની તબિયત સારી થઈ રહી છે.
કેવી રીતે થયો આ અકસ્માત ?
તમને જણાવી દઈએ કે ગોવિંદા સાથે આ અકસ્માત મંગળવારે સવારે થયો હતો. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા કોલકાતા જવા રવાના થયો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે આ દરમિયાન તેની સાથે આ અકસ્માત થયો હતો. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું હતું કે ગોવિંદાના હાથમાંથી તેમની લાઇસન્સવાળી રિવોલ્વર સરકી ગઈ હતી. આ દરમિયાન ભૂલથી ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. બીજી તરફ, ગોવિંદાના ભાઈ કીર્તિ કુમારે પણ કહ્યું હતું કે અભિનેતા નસીબદાર છે તેણે કહ્યું હતું કે તેને સમયસર સારવાર મળવાથી રાહત થઈ છે.