દવા લેવામાં ધ્યાન રાખજો : પેરાસીટામોલ સહિત 52 દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ
કેન્દ્રીય ઔષધ ધોરણ નિયંત્રણ સંઘના અહેવાલમાં ધડાકો
કેન્દ્રીય ઔષધી ધોરણ નિયંત્રણ સંગઠનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા પરીક્ષણ પાસ કરવામાં નિષ્ફળ થઇ ગઇ છે. જેમાં કેલ્શિયમ, વિટામિન D3ની ગોળીઓ, ડાયાબિટીસની દવાઓ અને હાઇ બ્લડપ્રેશરની દવાઓ સહિત 50 અન્ય દવાઓ સામેલ છે.
રિપોર્ટમાં કર્ણાટકના એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની પેરાસિટામોલ દવાની ગુણવત્તા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા બનાવવામાં આવતી શેલ્કેલ પણ આ પરીક્ષણમાં ફેલ થઇ ગઇ છે. આ ઉપરાંત હાઇ બ્લડપ્રેશરના નિદાન માટે વપરાતી ટેલ્મિસર્ટન, વિટામિન B કોમ્પલેક્ષ અને વિટામિન C સોફ્ટજેલ, પેરાસિટામોલની દવા IP 500 MG, ડાયાબિટીસની દવા ગ્લિમેપિરાઇડ પણ આ ધોરણોને અનુરૂપ નથી
સીડીએસસીઓએ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહેલી દવાઓની બે યાદી બહાર પાડી છે. એક યાદીમાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયેલી દવાઓના નામ છે, જ્યારે બીજી યાદીમાં તેનું ઉત્પાદન કરતી કંપનીઓના જવાબો પણ બહાર આવ્યા હતા. મોટાભાગની કંપનીઓએ તેમના પ્રતિભાવમાં કહ્યું કે જે દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે તે નકલી છે અને અસલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી નથી. જો કે, કંપનીઓએ કહ્યું છે કે તેઓ તેમની બનાવેલી દવાઓની પુનઃ તપાસ કરશે.