વડાપ્રધાન મોદીએ યુક્રેનના વડાને શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં ‘સમિટ ફોર ધ ફ્યુચર’ દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લેમ સાથે પણ મુલાકાત કરી હતી. ભારતની પ્રગતિ વિષે એમને ખ્યાલ આપ્યો હતો.
અગાઉ 23મી ઓગસ્ટે મોદીએ કિવમાં યુક્રેનના યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક યુદ્ધગ્રસ્ત દેશની ઐતિહાસિક મુલાકાતનો ભાગ હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી આ બેઠક પછી ખૂબ જ ખુશ દેખાયા. મોદીની યુક્રેનની મુલાકાતની પ્રશંસા કરતા કહ્યું હતું કે,’ ભારત આંતરરાષ્ટ્રીય કાયદા માટે પ્રતિબદ્ધ છે અને કિવની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે તે મહત્ત્વનું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર પોસ્ટ કરી લખ્યું કે, ‘ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીને મળ્યા. અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની અમારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ. યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.