રોહિત ૯ વર્ષમાં પહેલી વખત ઘરઆંગણે એક આંકડાના સ્કોરે થયો આઉટ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બેટિંગમાં પ્રભાવિત કરી શક્યો ન્હોતો અને બીજી ઈનિંગમાં પણ સસ્તામાં આઉટ થયો હતો. રોહિત પહેલી ઈનિંગમાં છ અને બીજી ઈનિંગમાં પાંચ રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ ૨૦૧૫ બાદ પહેલી વખત ઘરેલું મેદાનની ટેસ્ટની બન્ને ઈનિંગમાં બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યો નથી. આ મેચ પહેલાં રોહિત ૨૦૧૫માં દિલ્હીમાં આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચમાં બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યો ન્હોતો. એ સમયે રોહિતે પહેલી ઈનિંગમાં ૯ અને જ્યારે બીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.