YouTube માંથી પૈસા કમાવવા થશે સરળ…આ નવું ફીચર કરશે મદદ, વિડીયો એડિટ કરવામાં થશે ફાયદો
પોપ્યુલર પ્લેટફોર્મ યુટ્યુબમાં આજે કરોડો લોકો એક્ટિવ છે અને અનેક લોકો દ્વારા યુટ્યુબમાં વિડીયો બનાવવામાં આવે છે. યુટ્યુબ દ્વારા નક્કી કરાયેલા ફોલોવર્સ થઈ ગયા બાદ તેમણે સિલ્વર અને ગોલ્ડન બટન આપવામાં આવે છે તેમજ ચેનલ મોનિટાઈઝ થતાં રેવન્યુ પણ જનરેટ થાય છે અને લોકોને પૈસા મળે છે ત્યારે હવે યુટ્યુબ પર પૈસા કમાવવા સરળ બનશે. YouTube એ કન્ટેન્ટ ક્રિએટર માટે એક નવું હાઇપ બટન રજૂ કર્યું છે.
YouTube હાઇપ બટન કેવી રીતે કામ કરશે?
YouTube will launch ‘Hype’ a way for viewers to help smaller creators like myself with 500-500K subs be discovered by new audiences.
— Jayyster (@_jesuss323) September 19, 2024
Viewers can Hype a creator's video, generating points that push it onto a weekly leaderboard. Hyped videos also get a special badge. 🎮📷 pic.twitter.com/8YTrzrMO6v
યુટ્યુબે ટ્રાયલ બાદ બુધવારે પોતાના યુઝર્સ માટે આ નવું ફીચર એક્ટિવેટ કર્યું છે. મળતી માહિતી મુજબ નવા અને ઉભરતા સર્જકોને આ નવી સુવિધાનો લાભ મળશે. હકીકતમાં, ઘણી વખત નવા સર્જકો, સારી સામગ્રી હોવા છતાં, મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચી શકતા નથી. યુટ્યુબ મુજબ, જો કોઈ ચેનલના 5 લાખથી ઓછા સબ્સ્ક્રાઇબર્સ હોય, તો દર્શકો ચેનલ પરના વિડિયોને “હાઇપ” કરી શકશે, જેની અસર YouTube પર વિડિયોને શેર કરવા અથવા લાઇક કરવા કરતાં વધુ પડશે.
યુટ્યુબ મુજબ, જ્યારે દર્શક હાઇપ બટનને ટેપ કરે છે, ત્યારે આ હાઇપ્સ એકઠા થવાનું ચાલુ રહેશે અને તે વિડિઓ માટે લીડરબોર્ડ વધવા લાગશે. આ સિવાય યુઝર્સ નવા વિડિયો ઓપ્શનમાં અઠવાડિયાના સૌથી વધુ હાઈપ થયેલા વીડિયો જોઈ શકશે, જેથી તેઓ જાણી શકશે કે કઈ ચેનલોને સૌથી વધુ હાઈપ મળી છે. આ રીતે આ વીડિયો મહત્તમ દર્શકો સુધી પહોંચશે.
YouTube Shorts માં Veoથી યુઝર્સને થશે ફાયદો
કંપનીએ પહેલાથી જ યુટ્યુબ શોર્ટ્સ માટે AI નો ઉપયોગ કર્યો છે, જેની મદદથી યુઝર્સ ડ્રીમ સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે અને હવે Veoની મદદથી યુઝર્સ કોઈપણ ફૂટેજને એડિટ કરીને તેને ક્રિએટિવ બનાવી શકે છે. આ સિવાય તમે કોઈપણ ફૂટેજનું રિમિક્સ પણ બનાવી શકો છો.
સૌથી મોટી વાત એ છે કે Veoની મદદથી યુઝર્સ 6 સેકન્ડની ક્લિપ બનાવી શકે છે જે કોપીરાઈટ ફ્રી હશે. આ માટે તેઓએ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડશે. તે પછી તમારે ક્રિએટ પર ક્લિક કરવાનું રહેશે અને પછી વિડિયોમાં એનિમેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. YouTube એ કહ્યું છે કે Veo નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વીડિયોમાં DeepMindના SynthID નો વોટરમાર્ક હશે.