વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? વાંચો
ભારતીય બજારની મજબૂતાઈ અને યુએસમાં વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ વચ્ચે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં સ્થાનિક શેરબજારોમાં ચોખ્ખું રૂ. 27,856 કરોડનું રોકાણ કર્યું છે. દેશની બજાર પર એમનો ભરોસો વધી રહ્યો છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ જ ચાલુ રહી શકે છે.
એફપીઆઈ જૂનથી ભારતીય બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. અગાઉ એપ્રિલ-મેમાં તેણે શેરમાંથી રૂ. 34,252 કરોડ ઉપાડી લીધા હતા. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હવે દરેકનું ધ્યાન યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની બેઠક પર છે. બેઠકના પરિણામો ભારતીય શેરોમાં એફપીઆઈ રોકાણના વલણને નક્કી કરશે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, એફપીઆઈએ ચાલુ મહિને (13 સપ્ટેમ્બર સુધી) શેર્સમાં ચોખ્ખી રૂ. 27,856 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં શેર્સમાં એફપીઆઈ રોકાણ રૂ. 70,737 કરોડ સુધી પહોંચી ગયું છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે એફપીઆઈ દ્વારા મજબૂત ખરીદી માટે બે મુખ્ય કારણો આપ્યા છે. પ્રથમ, હવે એવી સર્વસંમતિ છે કે યુએસ ફેડરલ રિઝર્વ આ મહિને વ્યાજ દરમાં ઘટાડો કરવાનું ચક્ર શરૂ કરશે. જો કે આ બારામાં પણ વિભિન્ન મત પ્રવર્તે છે.