મધ્ય પ્રદેશમાં પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે 21 ગૌમાતાને કચડી નાંખી :16ના મોત
ઝાંસી ખજૂરાહો હાઈવે પર અકસ્માત
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં ઝાંસી ખજુરાહો માર્ગ પર કાઇડી ગામ નજીક રાત્રે 11 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રકે ગાયોના ધણને કચડી નાખતા 16 ગૌમાતાના કરુણ મોત થયા હતા.આ અકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય પાંચ ગાયોને વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
કાઈડી ગામ નજીક હાઇવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહો પડ્યા હોવાની માહિતી મળતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.કોઈ અજાણ્યા વાહને આ અકસ્માત સર્જ્યો હોવાનું ખુલ્યા બાદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં અકસ્માત સર્જનાર ટ્રકનું મળ્યું હતું અને પોલીસે ઉતર પ્રદેશના ટ્રક ડ્રાઈવર ધીરેન્દ્ર કુશવાહા અને ક્લીનર પ્રમોદ કુશવાહાની ધરપકડ કરી હતી. આટલી મોટી સંખ્યામાં ગૌમાતાના મૃત્યુ થતાં ગૌપ્રેમીઓમાં આઘાતની લાગણી ફરી વળી હતી.