મમતા બેનરજીએ અચાનક કેવી કરી ઓફર ? શું કહ્યું ? જુઓ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હવે થાકી ગયા લાગે છે. ડોકટરોની જિદને લીધે મમતા બેચેન થઈ ગયા હતા અને ગુરુવારે એમણે બધાને ચોંકાવી દેતું નિવેદન કરીને કહ્યું હતું કે ન્યાય માટે હું રાજીનામું આપવા પણ તૈયાર છું. હડતાલને લીધે લોકોને પડી રહેલી તકલીફ બદલ એમણે જનતાની માફી પણ માંગી હતી.
આરજી મેડિકલ કોલેજ હત્યા કેસમાં હડતાળ કરી રહેલા ડોક્ટરો સાથે બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં મમતા બેનર્જી પહોંચી ગયા હતા પરંતુ વિરોધ કરી રહેલા ડોક્ટરો ત્યાં પહોંચ્યા ન હતા. મમતા બેનર્જી ખાલી ખુરશીઓ સાથે રાહ જોતા રહ્યા. બેઠકની નિષ્ફળતા બાદ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે.
મમતાએ કહ્યું હતું કે મને પદની ચિંતા નથી. મને ન્યાય જોઈએ છે. માત્ર ન્યાય જોઈએ છે.” ડોકટરોને લીધે લોકોને પડેલી મુશ્કેલી બદલ મમતાએ માફી પણ માંગી હતી. વધુમાં એમ પણ કહ્યું હતું કે 2 કલાક સુધી રાહ જોઈ છતાં ડોકટરો વાતચીત માટે આવ્યા નહતા. વાત થાય તો જ સમાધાન થઈ શકે.
મમતાએ એવી અપીલ પણ કરી હતી કે લોકોની તકલીફોને ધ્યાનમાં લઈને ડોક્ટરોએ કામ પર ચડવું જોઈએ. મારી એમને ખાસ અપીલ છે અને વાતચીત તો કરવી જ જોઈએ તો જ સમાધાન મળશે. મમતાની આવી ઓફરને પગલે જાતજાતની વાતો અને રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
રાષ્ટ્રપતિ શાસનની ગંધ આવી કે શું ?
મમતા બેનરજી અચાનક આટલા નમ્ર થઈ ગયા અને રાજીનામાની ઓફર ગુરુવારે એમણે કરીને મોટી ચર્ચા જગાવી દીધી હતી. રાજકીય આલમમાં એવી અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ હતી કે મમતાઅને કદાચ રાષ્ટ્રપતિ શાસન લાગવાની ગંધ આવી ગઈ હશે કે કેમ ? જનતાની સામે પોતાની છબી સ્વચ્છ રાખવા માટે એમણે રાજીનામાની ઓફર કરી હોવી જોઈએ તેવી અટકળો પણ શરૂ થઈ હતી.