શું કોઈ પણ સમયે તૂટી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ??? જાણો હકીકત દર્શાવતી તસવીરો વિશે
હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાને કારણે હાલ અનેક તથ્યો બહાર આવે છે તો અમુક વાર સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરનારું બને છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે.ત્યારે ચાલો જાણીએ શું છે આ તસવીરની હકીકત
સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી રહી છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, જ્યારે PIB Fact Check આ દાવાને તપાસ્યો ત્યારે તે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
मोदी जी का अमृतकाल है
— SANJAY YADAV (@SanjayK95116749) September 8, 2024
कभी भी गिर सकती है।
दरार पड़ना शुरू हो गयी। pic.twitter.com/HYyVcnMSD7
ખરેખર, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવામાં આવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલીક તિરાડો દેખાઈ રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આટલા ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી હોવાના દાવા સાથે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટના કેપ્શનમાં તસવીર સાથે લખ્યું છે કે તે ગમે ત્યારે પડી શકે છે. તિરાડો દેખાવા લાગી.
કોણે તસવીર વાયરલ કરી
આ ફોટા અનેક x એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યા છે. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ તસવીર વાયરલ થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરારની વાતો વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જેમાં અલગ અલગ લોકોએ પ્રતિક્રીયા આપવાની શરૂઆત કરી હતી. દેબોજિત ભારાલી (@DebojitBharali) નામના એક યુઝરે આ તસવીર શેર કરીને લખ્યું, “સ્ટેચ્યુ પર સ્પેસ ટેક્નોલોજીની અસર.”
હકીકત તપાસમાં શું બહાર આવ્યું?
सोशल मीडिया पर एक फोटो शेयर कर यह दावा किया जा रहा है कि दुनिया की सबसे ऊंची प्रतिमा, स्टैच्यू ऑफ यूनिटी में दरारें आनी शुरू हो गई हैं और यह कभी भी गिर सकती है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 9, 2024
❌ यह दावा #फर्जी है।
✅ यह फोटो वर्ष 2018 में स्टैच्यू ऑफ यूनिटी के निर्माण के दौरान की है pic.twitter.com/RHpYc2Aykj
તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર આ સમયની નથી. હકીકત તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો 2018નો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જુની તસવીર સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી હતી, તેથી લોકોને આવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ફેક્ટ ચેકમાં, વાયરલ તસવીરમાં દેખાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ હોવાનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.
ફેક ન્યૂઝમાં શું સામે આવ્યું ?
આ દાવાની તપાસ કરવા માટે, અમે પહેલા Google રિવર્સ ઈમેજ પર ચિત્ર શોધ્યું. અમને આ તસવીર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ની વેબસાઈટ પર મળી છે. જે 2018 માં પોસ્ટ કરવામાં આવી હતી. અહીંથી સ્પષ્ટ થયું કે આ તસવીર જૂની છે. PIB તરફથી નિવેદન મેળવ્યું. PIBએ કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પડવાનો દાવો ખોટો છે આ તસવીર વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવી હતી. વાયરલ થઈ રહેલી તસવીર જૂની છે અને આ દાવો ભ્રામક છે.
ફરિયાદ નોંધાઈ
ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલનો ઉલ્લેખ કારયો છે. SoU તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(1)(B)મુજબ ગુનો દાખલ કરાયો છે.