શેર બજાર પછડાટમાં કઈ કંપનીએ કેટલા રૂપિયા ગુમાવ્યા ? વાંચો
દેશની ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સ્થાનિક શેરબજારોમાં પછડાટને લીધે સંયુક્ત રીતે રૂ. 2,01,699.77 કરોડ એટલે કે રૂપિયા 2 લાખ કરોડનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને આમાં સૌથી વધુ નુકસાન થયું છે.
ગયા સપ્તાહે બીએસઇ સેન્સેક્સ 1,181.84 પોઈન્ટ અથવા 1.43 ટકા ઘટ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન કંપનીના શેરના કુલ મૂલ્યને દર્શાવે છે. તે વર્તમાન બજાર કિંમત દ્વારા કુલ જારી કરાયેલા શેરનો ગુણાકાર કરીને મેળવવામાં આવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 60,824.68 કરોડ ઘટીને રૂ. 19,82,282.42 કરોડ થયું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું મૂલ્યાંકન રૂ. 34,136.66 કરોડ ઘટીને રૂ. 16,12,762.51 કરોડ થયું હતું.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો એમકેપ રૂ. 29,495.84 કરોડ ઘટીને રૂ. 6,98,440.13 કરોડ અને ભારતી એરટેલનો એમકેપ રૂ. 28,379.54 કરોડ ઘટીને રૂ. 8,76,207.58 કરોડ થયો હતો.
ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 17,061.44 કરોડ ઘટીને રૂ. 7,89,819.06 કરોડ થયું હતું અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 16,381.74 કરોડ ઘટીને રૂ. 6,57,009 થયું હતું.
આઇસીઆઇસીઆઇ બેન્કનો એમકેપ રૂ. 15,169.76 કરોડ ઘટીને રૂ. 8,51,204.65 કરોડ અને આઇટીસીનો એમકેપ રૂ. 250.11 કરોડ ઘટીને રૂ. 6,27,337.65 કરોડ થયો હતો. જોકે, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,179.78 કરોડ વધીને રૂ. 6,66,919.73 કરોડ થયું છે.
એચડીએફસી બેન્કનું એમકેપ રૂ. 3,735.35 કરોડ વધીને રૂ. 12,47,941.78 કરોડ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સૌથી મૂલ્યવાન સ્થાનિક કંપની હતી.