વડાપ્રધાન મોદી કયા દેશમાં પહોંચ્યા ? કયા ક્ષેત્રોમાં કરાર ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે મંગળવારે બપોરે 3 વાગ્યે બ્રુનેઈ પહોંચ્યા હતા. ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ તેમનું એરપોર્ટ પર રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. આ પછી તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ભારતીય પીએમની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. બંને દેશો 2024માં રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદી આજે સાંજે અહીંથી સિંગાપુર જવા રવાના થશે. બ્રુનેઈ ખાતે ભારતીયોએ વડાપ્રધાનને આવકાર્યા હતા.
મોદી બ્રુનેઈના સુલતાન હાજી હસન અલ-બોલકિયાના આમંત્રણ પર અહીં આવ્યા છે. તેમનું વિશ્વના સૌથી મોટા મહેલ ‘ઈસ્તાના નુરુલ ઈમાન’માં સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ, વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન આપીને કહ્યું હતું કે બ્રુનેઈ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંદર્ભમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.
હાઇડ્રોકાર્બન અને નેચરલ ગેસની આયાત
ભારત બ્રુનેઇથી હાઇડ્રોકાર્બન આયાત કરી રહ્યું છે અને કુદરતી ગેસનો પુરવઠો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દા પર ચર્ચા થશે. સેમિકંડક્ટર અંગે પણ કરાર થઈ શકે છે.
દ્વિપક્ષીય વેપાર-રોકાણ:
ભારતે બ્રુનેઈના હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં $270 મિલિયનનું રોકાણ કર્યું છે. કુદરતી ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા આમાં વધુ વધારો કરી શકાય છે. આ સિવાય સ્પેસ ટેક્નોલોજી અને સ્વાસ્થ્ય પર બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાના પ્રયાસો પર પણ ચર્ચા થશે. ભારત મ્યાનમારની સ્થિતિ પર ચર્ચા કરશે.
ભારત દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ
સૌથી મોટી મસ્જિદની મુલાકાત, ભારતની ક્યાં ક્યાં છે હાજરી જુઓ
- મોદીની આ મુલાકાત ઐતિહાસિક છે, કારણ કે આ કોઈ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની પ્રથમ મુલાકાત હશે.
- આ પ્રવાસ દરમિયાન બ્રુનેઈની ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લેશે. આ મસ્જિદ દેશની સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદ છે.
*જો કે વડાપ્રધાન મોદીએ મધ્ય પૂર્વની ઘણી મસ્જિદોની મુલાકાત લીધી છે. - મોદી જ્યારે કોઈ પણ દેશની મુલાકાતે જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીયોને ચોક્કસ મળે છે. બ્રુનેઈમાં લગભગ 14000 ભારતીયો રહે છે.
- બ્રુનેઈમાં મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટરો અને શિક્ષકો છે.
*આ ઉપરાંત, ભારતના અવકાશ કાર્યક્રમમાં બ્રુનેઈની પણ વિશેષ ભૂમિકા છે. ખરેખર, બ્રુનેઈમાં ભારતનું સ્પેસ મોનિટરિંગ સેન્ટર છે.
*બ્રુનેઈમાં ભારતીય અવકાશ કેન્દ્રમાંથી ભારતીય ઉપગ્રહો અને તેમના *પ્રક્ષેપણનું નિરીક્ષણ કરવામાં આવે છે.
*આ ઉપરાંત, ભારત અને બ્રુનેઈ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સંરક્ષણ સંબંધ પણ છે.
*બંને દેશોની નેવી અને કોસ્ટ ગાર્ડ નિયમિત સંયુક્ત કવાયત કરે છે.
બ્રુનેઈ આસિયાન અને ઈન્ડો-પેસિફિકમાં ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.