તેલંગાણા-આંધ્રમાં જળપ્રલય… જુનિયર NTR આવ્યો અસરગ્રસ્તોની વહારે, 1 કરોડનું આપ્યું દાન
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદે ભયંકર વિનાશ વેર્યો છે. આવો વિનાશ તેમણે તેમની 50 વર્ષની રાજકીય કારકિર્દીમાં જોયો. છેલ્લા ત્રણ દિવસના વરસાદે ચક્રવાત કરતાં વધુ નુકસાન કર્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સાઉથના સુપર સ્ટાર લોકોની વહારે આવ્યા છે.
દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ દિવસોમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે અને લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તે જ સમયે, બંને રાજ્યોની સરકારો રાહત કાર્યમાં લાગેલી છે. હવે સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR એ લોકોની મદદ માટે આવ્યા છે. અગાઉ, કલ્કી 2898 એડીના નિર્માતાઓએ પૂર પ્રભાવિત લોકોની મદદ માટે આંધ્ર પ્રદેશ સરકારને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) September 3, 2024
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
તમને જણાવી દઈએ કે, ટોલીવુડ સ્ટાર જુનિયર NTR એ લોકોની મદદ માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યો ભારે વરસાદને કારણે પૂરમાં ભરાઈ ગયા છે. વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. લોકો તેમના કામ પર જઈ શકતા નથી અને વિજયવાડામાં અડધા ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.
જુનિયર NTR એ આજે 3જી સપ્ટેમ્બરની સવારે તેના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં અભિનેતાએ લખ્યું છે કે, ‘આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે હું ખૂબ જ દુઃખી છું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધું જલ્દી ઉકેલાઈ જાય, આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકાર રાહત અને બચાવ કાર્ય કરે. લોકો તેમના જીવનને પાછું લાવવા માટે 50-50 લાખ રૂપિયાનું દાન કરું છું.
તમને જણાવી દઈએ કે, અગાઉ પ્રભાસ સ્ટારર મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડીના નિર્માતાઓએ આંધ્ર પ્રદેશ સરકારને 25 લાખ રૂપિયાની સહાયની રકમ આપવાની જાહેરાત કરી હતી.