હરિયાણા ચુંટણી માટે નવી તારીખ ક્યારે જાહેર થશે ? વાંચો
હરિયાણા વિધાન સભાની ચુંટણી આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચુંટણી માટે મતદાનની તારીખમાં ફેરફાર થવાનો છે અને મંગળવાર એટલે કે આવતી કાલે ચુંટણી પંચ નવી તારીખો જાહેર કરી શકે છે. ભાજપ અને ઇંડિયન લોકદળ દ્વારા તારીખો બદલવા માટે માંગણી કરાઇ હતી. મતદાની તારીખ સાથે મતગણતરીની તારીખ પણ બદલી શકે છે.
આ પક્ષોએ પંચને પત્રમાં એમ કહ્યું હતું કે તહેવારોની સિઝન છે માટે મતદાન થોડું જ થવાનો ભય છે માટે મતદાનની તારીખ બદલવી જરૂરી લાગે છે. રજાના માહોલ વચ્ચે ચુંટણીમાં અવરોધ આવી શકે છે. આ વિનંતીને ધ્યાને લઈને ચુંટણી પંચે ઘટતું કરવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ રવિવારે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે મંગળવારે કદાચ પંચ દ્વારા નવી તારીખો જાહેર થઈ શકે છે. ચુંટણી પંચની બેઠક પણ આ મુદ્દે યોજાઇ હતી અને રાજકીય પક્ષોની વિનંતી પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ પંચે હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને જલ્દી તારીખો જાહેર કરવાની ખાતરી આપી હતી.