વર્લ્ડકપ જીતવા પાછળ જય શાહ-અજીત અગરકર-દ્રવિડનું યોગદાન !
- આ ત્રણેયે પરિણામોની ચિંતા કર્યા વગર ખેલાડીઓને રમવા માટે પ્રેરિત કર્યા તેનું જ ઉજળું પરિણામ મળ્યુ-રોહિત
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિના વડા અજીત અગરકર અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પરિણામોની ચિંતા કર્યા વગર ખેલાડીઓ પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાના પ્રયાસથી જ ભારત ટી-૨૦ વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું
.
રોહિતની આગેવાનીમાં ભારતે જૂનમાં અમેરિકા-વિન્ડિઝમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં આફ્રિકાને હરાવીને આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. ભારતનો ૨૦૦૭ બાદ આ બીજો ટી-૨૦ વર્લ્ડકપ હતો.
રોહિતે એક કાર્યક્રમમાં વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પસંદ થયા બાદ કહ્યું કે આ ટીમને બદલવા અને હાંકડા, પરિણામો અંગે વધુ ચિંતા ન કરવા સહિતના મુદ્દા અત્યંત જરૂરી હતા. આ માટે મને ત્રણ સ્તંભ તરફથી બહુ જ મદદ મળી હતી. આ ત્રણ સ્તંભ એટલે જય શાહ, રાહુલ દ્રવિડ અને અજીત અગરકર છે. વર્લ્ડકપ જીત્યાનો અનુભવ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આ એક એવો અહેસાસ હતો જે દરરોજ નથી અનુભવી શકાતો.
