ઝારખંડમાં ચૂંટણી પહેલા CM હેમંત સોરેનને મોટો ઝટકો, ભાજપમાં જોડાઈ શકે ચંપઈ સોરેન
ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમ નેતા ચંપાઈ સોરેન આજે ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. ગઈ કાલે તેમણે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી. પૂર્વ સીએમએ કહ્યું હતું કે અમે જ્યાં છીએ ત્યાં છીએ.
ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમ નેતા ચંપાઈ સોરેન આજે ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. બીજેપી નેતાઓને મળ્યા બાદ તેઓ બપોરે 3 વાગ્યે બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થયા છે. ચંપાઈ સતત શિવરાજ સિંહ ચૌહાણના સંપર્કમાં છે.
શિવરાજસિંહ ચૌહાણને ઝારખંડનાં ચૂંટણી પ્રભારી છે. ત્યારે જેએમએમનાં ધારાસભ્યોનાં નામ જેઓને સંપર્ક થઈ શકતો નથી.જેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન બેમ્બ્રોમ, સમીર મોહંતીનો સમાવેશ થાય છે.
ગઈકાલે તેઓ કોલકાતા પહોંચ્યા હતા
ચંપાઈ સોરેન ગઈ કાલે રાત્રે જ કોલકાતા પહોંચી ગયા હતા. તે કોલકાતાની પાર્ક હોટલમાં રોકાયા હતા. મોડી રાત્રે તેઓ ત્યાં ભાજપના નેતાઓને મળ્યા હતા. આજે સવારે તેમને કોલકાતાથી દિલ્હીની ફ્લાઈટ હતી. ગઈકાલે એટલે કે શનિવારે ચંપાઈએ ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી. પૂર્વ સીએમએ કહ્યું હતું કે મારી પાસે અટકળો અંગે કોઈ માહિતી નથી. અમે જ્યાં છીએ ત્યાં છીએ.
અમે જ્યાં છીએ ત્યાં છીએઃ ચંપાઈ સોરેન
ગઈકાલે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાજપમાં જોડાવાના સમાચારમાં કેટલું સત્ય છે? તેના પર તેમણે કહ્યું કે, અમને આ વિશે કંઈ ખબર નથી. સાચું શું છે, ખોટું શું છે. અમે જ્યાં છીએ ત્યાં ઠીક છીએ. તેમણે આ સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને આજે સમાચાર આવ્યા કે તેઓ ચાર-પાંચ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી રહ્યા છે.
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારથી ચંપાઈને સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા છે. ત્યારથી તેઓ નારાજ છે. જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેન જેલમાં ગયા બાદ તેમને સીએમ બનાવવામાં આવ્યા હતા. હેમંત સોરેન જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે ફરી મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવ્યો હતો.