- ઉત્તર પ્રદેશમાં 14 વર્ષની સગીરા હવસખોરો ભોગ બની
કોલકાતામાં એક મહિલા તબીબી પરના દુષ્કર્મ અને હત્યાની ઘટનાની સુકાઈ નથી ત્યાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ એવી જ ધ્રુણાસ્પદ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ઉત્તરાખંડમાં 30 વર્ષની એક મહિલા પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવને કારણે ભારે રોષનું વાતાવરણ ફેલાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની સરહદ નજીક આવેલ રુદ્રપુરીમાં નર્સ તરીકે ફરજ બજાવતી આ મહિલા ઉત્તર પ્રદેશના બિલાસપુર ગામે પોતાના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા બાદ લાપતા બની ગઈ હતી.
તે અંગે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવ્યા બાદ 8 ઓગસ્ટ ના રોજ તેના નિવાસસ્થાન થી દોઢ કિલોમીટર દૂર આવેલ સ્થળેથી તેની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ મહિલા પર દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ બારામાં ધર્મેન્દ્ર નામના બરેલીના શખ્સની ધરપકડ કરી હતી. એ શખ્સે જણાવ્યા મુજબ આ હતભાગી મહિલા તેના મકાનમાં પ્રવેશી રહી હતી ત્યારે જ હુમલો કરી તે તેને નજીકના જંગલમાં ખેંચી ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી.
યુપીમાં 14 વર્ષની બાળા પર સામુહિક દુષ્કર્મ બાદ હત્યા
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પારુ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક દલિત બાળા પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાના આરોપસર પોલીસે 6 શખ્સે સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર એ જ ગામમાં રહેતો ધર્મેન્દ્ર રાય અને તેના પાંચ સાથીઓ રવિવારની રાત્રે બાળકીને તેના પરિવારજનોની નજર સામે જ તેના ઘરેથી ઉઠાવી ગયા હતા અને બળાત્કાર કરવાની ધમકી આપી હતી. બાદમાં નજીકના તળાવમાંથી એ બાળકીની લાશ મળી આવી હતી. બાળકીના શરીર ઉપર ગળા ,હાથ તથા માથા પર તીક્ષણ અત્યારના ઘા નજરે પડ્યા હતા. ભોગ બનનાર બાળકીનો પરિવાર આરોપી ધર્મેન્દ્ર રાયના ખેતરમાં ખેત મજૂરી કરતા હોવાનું ખુલ્યું છે. નોંધનીય છે કે આ ઘટનાના બે દિવસ પહેલા જ મુઝફ્ફરનગરમાં એક તબીબ દ્વારા અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.