સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા
નર્મદા નદીના પટમાં ત્રણ જીલ્લાના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ,પોલીસ કાફલો તૈનાત
ભરૂચ જીલ્લામાં ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 9 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદીમાં નવા નીર સાથે પાણીની આવક થતા કાંઠા વિસ્તારના સહીત નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવા સાથે પોલીસ બંદોબસ્ત પણ કાંઠા વિસ્તારમાં મુકવાની ફરજ પડી ગઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થવાના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.જેના પગલે સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડાઈ રહ્યો છે.
નર્મદા નદીમાં પાણીની આવક એટલે કે નવા નીર આવી રહ્યા છે.સાવચેતીના ભાગરૂપે નર્મદા નદીમાં માછીમારોને માછીમારી નહીં કરવા તથા કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર નહિ કરવા,ઢોર ઢાખળો કાંઠા વિસ્તારમાં ન છોડવા તેમજ નદીમાં પાણીની આવક થવાની શક્યતાઓને કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચનો આપવા સાથે ભરૂચ નગરપાલિકા ની ફાયર ની ગાડી પણ કાંઠા વિસ્તારમાં જેવા કે ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી,દશાશ્વમેઘ ઘાટ,ફુરજા ચાર રસ્તા,કોઠી,વેજલપુર,લાલબજાર સહિતના નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના વિસ્તારોમાં માઈક માં એલાઉન્સ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.