રાજકોટ : 4 વર્ષના બાળકે ચાંદીપુરાને હરાવ્યો, 14 દિવસ સારવાર સિવિલ હોસ્પિટલની ટીમે બાળકીને રજા આપી
- રાણાવાવના 4 વર્ષના બાળકને 14 દિવસ સારવાર આપી તબીબોએ સ્વસ્થ કર્યું : હજુ 8 દર્દીઓ દાખલ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતાં જતાં કેસો વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.હોસ્પિટલમાં 14 દિવસની સારવાર આપ્યા બાદ રાણાવાવનો પોઝિટિવ 4 વર્ષનો બાળક સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.જ્યારે હજુ પણ 8 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે આ મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડિનેટર ડો.હેતલ ક્યાડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,ગત તા.24 જુલાઇના રોજ રાણાવાવના 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલમાં દાખલ કરી તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અહી તેની સઘન સારવાર કરવામાં આવી હતી. 14 દિવસની સારવાર બાદ તબીબોની મહેનત રંગ લાવી હતી.અને ગઇકાલે તે બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ચાંદીપુરાના ટોટલ 30 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.તેમાંથી ૬ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ ૬ દર્દીમાંથી ૨ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થતાં હતા.તેમજ ૨ દર્દી સંપુર્ણ સ્વસ્થ થતાં તેમણે રજા આપવામાં આવી હતી.અને બાકીના દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે કુલ ૨૩ દર્દીનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમાંથી ૯ દર્દીનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. ૮ દર્દી સારવાર બાદ સંપુર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. અને ૬ દર્દી હાલ સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.