ગાંધીનગર : ફોરેસ્ટ ગાર્ડ મામલે ઉમેદવારોના ધરણા : ભરતી પરીક્ષા પદ્ધતિ રદ કરવાના આંદોલનમાં બે ધારાસભ્ય જોડાયા
ગાંધીનગર
ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ રદ કરવા અને બેઠક વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો રામકથા મેદાનમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. ઉમેદવારોએ રામકથા મેદાનમાં રાતવાસો કર્યો હતો. જ્યારે, આજે વહેલી સવારે ઉમેદવારોએ આંદોલન શરૂ કરતા પોલીસે કેટલાકની અટકાયત કરી હતી. આ આંદોલન કરતા ઉમેદવારોનાં સમર્થનમાં હવે ભાજપનાં બે MLA પણ સામેલ થયા છે.
અમદાવાદ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં ઉમેદવારોએ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ રદ કરવા,બેઠકની સંખ્યા વધારવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે.ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાને ઉમેદાવારોએ રાતવાસો કર્યો હતો.જ્યારે,વહેલી સવારે ઉમેદવારોએ આંદોલન શરૂ કરતા પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી.ઉમેદવારોએ પરિણામ જાહેર કરવા સામે પણ વિરોધ નોંધાવ્યો છે.
બીજી તરફ ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા ઉમેદવારોનાં સમર્થનમાં હવે BJP નાં બે ધારાસભ્યો પણ સામેલ થયા છે.ગાંધીનગરનાં MLA રીટા પટેલ અને સંજયસિંહ મહિડાએ ઉમેદવારોનું સમર્થન કર્યું છે.MLA રીટા પટેલ અને મહુધાનાં MLA સંજયસિંહ મહિડાએ વનમંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી ઉમેદવારોને ન્યાય આપવા વિંનતી કરી છે.બંને MLA એ વનમંત્રીને રજૂઆત કરી કે ઉમેદવારોની સાથે ચર્ચા કરીને આ સમસ્યાનો જલદી યોગ્ય ઉકેલ લાગવવામાં આવે.