Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

 રાઇડ્સ સંચાલકોએ બહિષ્કાર કરતા હવે 5મીએ ફેર હરરાજી

Sat, August 3 2024

લોકમેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલનો ડ્રો સંપન્ન : ખાણીપીણીમાં એક પ્લોટના હરરાજીમાં 2.80 લાખ ઉપજ્યાં

રાજકોટ : જન્માષ્ટમીના લોકમેળા માટે શનિવારે સ્ટોલ અને પ્લોટ માટે ડ્રો અને હરરાજી યોજવામાં આવી હતી જેમાં રમકડાં અને ખાણીપીણીના સ્ટોલના ડ્રો બાદ હરરાજી યોજવામાં આવતા આકરા નિયમોથી અકળાયેલા રાઇડ્સ સંચાલકોએ હરરાજીમાં ભાગ લેવાનો બહિષ્કાર કરી દેતા લોકેમેળા સમિતિ દ્વારા હવે વિવિધ પ્લોટ તેમજ સ્ટોલની હરરાજી પાંચમી ઓગસ્ટે યોજવામાં આવી છે.

આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે શનિવારે સીટી પ્રાંત-1 કચેરી ખાતે સ્ટોલ -પ્લોટની હરરાજી તેમજ ડ્રો રાખવામાં આવ્યા હતા જેમાં રમકડાં, ખાણીપીણી, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના ચાર કેટેગરીના 121 સ્ટોલ પ્લોટ માટે ડ્રો સંપન્ન  થયા બાદ હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ખાણીપીણીનો એક પ્લોટ રૂપિયા 2.80 લાખની ઉંચી બોલીએ હરરાજીથી આપવામાં આવ્યો હતો. જો કે, ખાણીપીણીમાં કુલ બે પ્લોટ હોય બીજા પ્લોટ માટે ફોર્મ ભરનાર ચાર પૈકી અન્ય ધંધાર્થીઓ બોલી બોલવા આવ્યા ન હોય એક જ પ્લોટની હરરાજી થઇ હતી.

બીજી તરફ લોકમેળામાં રાઇડ્સ માટે આકરા નિયમો અમલી બનાવવામાં આવતા રાઇડ્સ સંચાલકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો અને એમ્યુઝમેન્ટ એસો. તેમજ રાઇટ્સ સંચાલકો ઝાકીરભાઇ તેમજ હારૂનભાઇ સામદાર, અશોકભાઇ સહિતનાઓએ આ મામલે જણાવ્યું હતું કે રાઇડ્સ માટે જે એસઓપી પ્રસિધ્ધ કરવામાં આવી છે તે અમોને માન્ય નથી. એસઓપી (આકરા નિયમો)માં છુટછાટ આપવામાં આવે તો જ હરરાજીમાં ભાગ લઇ શકાય તેમ છે. આ ઉપરાંત રાઇડ્સની ટીકીટ પણ વધારી રૂા.50 અને 70 કરવાની જરૂર હોવાની માંગ ઉઠાવી હતી.

જો કે, રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાઇડ્સ સંચાલકોના બહિષ્કાર બાદ ખાણીપીણી, કોર્નર ખાણી-પીણી, એક્સ – આઈસક્રીમ, ઝેડ ટી કોર્નર અને યાંત્રિક કેટેગરીના સ્ટોલ પ્લોટની હરરાજી, રાજકોટ શહેર પ્રાંત-1 કચેરી ખાતે બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેમ જાહેર કરી વહીવટી અનુકૂળતા મુજબ આ સંભવિત હરરાજીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

જિલ્લાના પ્રવાસન સ્થળોનો ઝડપી વિકાસ કરો : કલેકટર

Next

ગણેશ જાડેજા કેસમાં નવો વળાંક: સામે પડનારા રાજુ સોલંકી સહિત પાંચ સામે ગુજસીટોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં રોજગાર પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ થશે
14 કલાક પહેલા
આજે 1 લી જુલાઈએ GST દિવસ:નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સ્ટેટ જીએસટી વિભાગનાં નવા લોગોનું અનાવરણ
14 કલાક પહેલા
કેન્દ્ર સરકારની તિજોરી ફરી છલોછલ, જૂનમાં રૂપિયા 1.85 લાખ કરોડનું જીએસટી કલેક્શન
14 કલાક પહેલા
લો બોલો! રાજકોટમાં જમાદાર સોનાનો ઢાળિયો ‘ઓળવી’ ગયાની 27 વર્ષે ખબર પડી, વાંચો શું છે સમગ્ર મામલો
16 કલાક પહેલા
Categories

નેશનલ

2220 Posts

Related Posts

આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં મોરારીબાપુની કથા અધવચ્ચે જ પૂર્ણ, ભવિષ્યમાં અધૂરી કથા પુરી કરીશ એવું બાપુનું વચન
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કયા ૩ દેશો પર કરાયા હુમલા ? વાંચો
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
શિયાળો જામ્યો : રાજકોટમાં 7.3 ડીગ્રી તાપમાન,સિઝનનો સૌથી ઠંડો દિવસ ; જાણો અન્ય જિલ્લામાં તાપમાનનો પારો કેટલો ગગડ્યો
ગુજરાત
6 મહિના પહેલા
શશિ થરૂરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી.વાન્સ સાથે કરી મુલાકાત : આતંકવાદ સામે ભારતને મળ્યું સમર્થન
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર