જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતી મહિલાને પ્રસુતિ દર્દ થતાં તેણીને રાજકોટ ખસેડવામાં આવી હતી.પરંતુ અહી સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો.જ્યારે પડવલા ગામે રહેતો સગીર ઘરે બેભાન થઈ ઢળી પડ્યા બાદ તેનું મોત નીપજતાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
મળતી વિગતો અનુસાર,જેતપુરના નવાગઢ ગામે રહેતા જીવતબેન ભીખાભાઈ વાઘેલા (ઉં.વ.૨૫) નામના સગર્ભાનેપ્રસુતિની પીડા થતી હોવાથી તેણીને જેતપુરથી સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે સગર્ભાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાને ૯ માસનો ગર્ભ હતો.તેમજ તેણીને અસહ્ય દુખાવો થતો હોવાથી પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર લીધા પૂર્વે જ મોત નિપજ્યું હતું.મૃતક સગર્ભાને સંતાનમાં એક પુત્રી છે.બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.