રાજ્યની 11,451 શાળાઓ ફાયર NOC વગરની
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન થયા ચોંકાવનારા ખુલાસા
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણી દરમિયાન રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 શાળાઓમાં ફાયર NOC લેવાના બાકી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સમગ્ર રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ ફાયરની NOC છે.43,893 શાળાઓએ સેલ્ફ ડેકલકરેશન આપ્યું છે.જ્યારે 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે અને 771 શાળાઓ ફાયર સેફટીનાં સાધનો વસાવી રહી હોવાનું સામે આવ્યું છે.
27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોમાં સૌથી વધુ બાળકો હતા ત્યારે આ ઘટના બાદથી સરકારે ફાયર NOC ને લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણી દરમિયાન રાજ્યની શાળાઓ પાસે ફાયર NOC ને લઈ ચોંકાવનારી વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજ્યની 55,344 શાળાઓમાંથી 11,451 ને ફાયર NOC લેવાનું બાકી છે. જ્યારે, રાજ્યમાં માત્ર 9563 શાળા પાસે જ ફાયરનું NOC છે. 43,893 શાળાઓએ સેલ્ફ ડેકલકરેશન આપ્યું છે. 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે અને 771 શાળાઓ ફાયર સેફટીનાં સાધનો વસાવી રહી હોવાનો સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં રજૂ કરાયેલ માહિતી મુજબ,તપાસ કરાયેલી 43,833 પ્રી-પ્રાઇમરી અને પ્રાથમિક શાળાઓ પૈકી 31,987 સરકારી શાળાઓ, 633 ગ્રાન્ટેડ શાળાઓ અને 11,213 ખાનગી શાળાઓ છે.તપાસ કરાયેલી 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ પૈકી 1,403 સરકારી શાળાઓ, 5064 ગ્રાન્ટેડ શાળાઓ અને 5044 ખાનગી શાળાઓ હોવાનું સામે આવ્યું છે. પ્રાઇમરી અને પ્રી-પ્રાઇમરીની કુલ 7,517 શાળાઓને હાલ પણ ફાયર NOC લેવાનું બાકી હોવાનું જેમાં 2,263 સરકારી શાળાઓ અને 5,132 ખાનગી શાળાઓનો સમાવેશ થતો હોવાની વિગતો રજૂ થઇ હતી.
જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળાઓ અને 2,843 પ્રાઇવેટ શાળાઓએ ફાયર NOC લેવાનું બાકી હોવાનું અને કુલ 1,888 શાળાઓ ફાયર સેફટીના સાધનો વસાવી રહી હોવાનું તેમજ ફાયર NOC મેળવવાની પ્રોસેસમાં હોવાનો જવાબ રજૂ કરાયો હતો. નિરીક્ષણ કરાયેલી શાળાઓને પાણીની ટાંકી, ફાયર એક્સ્ટિંગ્વીશર અને રેતી ભરેલી ડોલ વગેરે રાખવા માટે સૂચના પણ આપવામાં આવી હોવાંનું હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું.