મોબાઈલ યુઝર્સને શું સારા સમાચાર મળી શકે છે ? શેનો પ્રયાસ થઈ રહ્યો છે ? વાંચો
દેશમાં મોબાઈલ યુઝર્સને ટૂક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. હવે મોબાઈલ રિચાર્જ સસ્તા કરાવવા માટે ટ્રાઇ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓને ટ્રાઇએ પત્ર પાઠવીને નવા ટેરિફ પ્લાન લોન્ચ કરવાની સૂચના આપી છે. એમના સૂચનો માંગ્યા છે.
નવા પ્લાન ફક્ત કોલ કરવા અને એસએમએસ કરવાની જ મંજૂરી આપશે. તેમાં ઈન્ટરનેટ, ઓટીટી જેવા ફીચર નહીં હોય. આ રીતે ટ્રાઇએ આમ લોકોને રાહત અપાવવાની કવાયત શરૂ કરી છે. ટ્રાઇએ કહ્યું છે કે ફોન કંપનીઓના ગ્રાહકો સતત એવી ફરિયાદ કરી રહ્યા છે કે જે પ્લાનની જરૂર નથી તે લેવા માટે મજબૂર કરાઇ રહ્યા છે.
ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને એવો સવાલ પણ કર્યો છે કે દૂરસંચાર ગ્રાહક સંરક્ષણ અધિનિયમમાં સુધારા કરવાની જરૂર છે ? સાથે એક નવો ટેરિફ પ્લાન લોન્ચ કરવાની પણ કંપનીઓને સૂચના આપી છે.
મોબાઈલ રિચાર્જ સસ્તા કરવા માટે ટ્રાઇએ એક પરામર્શ પત્ર કંપનીઓને મોકલ્યો છે. બધી કંપનીઓને ફક્ત કોલ અને એસએમએસ ધરાવતા પ્લાન જ તૈયાર કરવાની સૂચના આપી છે. એમના સૂચનો પણ માંગ્યા છે. ટૂક સમયમાં જ ટ્રાઇ દ્વારા આગળની કાર્યવાહી થઈ શકે છે .
જો કે સરકાર તો એમ કહે છે કે દુનિયામાં કોલ દર દેશમાં સૌથી ઓછા છે. ટેલિકોમ મંત્રી સિંધિયાએ સંસદમાં એમ કહ્યું હતું કે આપણે ત્યાં દર ખૂબ નોર્મલ છે અને બધાને પોસાય તેવા છે.