Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

‘અગ્નિકાંડનો તાપ’ ભાજપ સહન ન કરી શક્યો:ટાઈમપાસ’ જેવા પ્રશ્નમાં જ જનરલ બોર્ડ સમાપ્ત !

Thu, July 18 2024

કોંગ્રેસે અગ્નિકાંડ મુદ્દે ચર્ચા સૌથી જરૂરી હોવાની માંગણી દોહરાવ્યે રાખી પણ કોઈએ ન સાંભળ્યું
તમારા પાપે ૨૭ લોકો માર્યા ગયા છે' કહેતાં જ વશરામ સાગઠિયા પર ભાજપના તમામ કોર્પોરેટરો તૂટી પડ્યા

ભાજપે કોંગ્રેસ ઉપર'ને કોંગ્રેસે ભાજપ ઉપર માછલા ધોયે રાખ્યા...પ્રજાને સ્પર્શતો એક પણ મુદ્દો ચર્ચાયો જ નહીં

૧૧:૧૫એ કોંગ્રેસે હોબાળો શરૂ કર્યો અને ૧૧:૫૧એ તમામને બહાર કઢાયા

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાં મળેલા જનરલ બોર્ડમાં ધારણા મુજબ જ હોબાળો થયો હતો. એકંદરે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવી સૌથી વધુ જરૂરી હોવાનું બોર્ડની કાર્યવાહીથી જ દોહરાવ્યું હતું પરંતુ અગ્નિકાંડનો તાપ’ ભાજપના નગરસેવકોને સહન ન થઈ શક્યો હોય તેવી રીતે સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવાય છે તેવા ટાઈમપાસ' સમા પ્રશ્નમાં જ જનરલ બોર્ડની ૬૦ મિનિટની કાર્યવાહી સમાપ્ત કરી દેવામાં જ્વલંત સફળતા હાંસલ કરી હતી ! પોતાનું કોર્પોરેટરપદ બહાલ થયા બાદ કોંગ્રેસના વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈની બોર્ડની કાર્યવાહીમાં એન્ટ્રી થઈ હતી. આમ તો સાગઠિયાનો પ્રશ્ન બીજા ક્રમે હતો અને તે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સંબંધિત હતો. જ્યારે ભાજપના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો ગ્રાન્ટને લગતો પ્રશ્ન પ્રથમ ક્રમે હતો. જો પ્રથમ પ્રશ્ન ઝડપથી પૂર્ણ થઈ જાય અને કોંગ્રેસનો અગ્નિકાંડને લગત પ્રશ્ન ચર્ચામાં આવી જાય તો ભાજપે ભીંસમાં મુકાઈ જવું પડે તેવી ભીતિ હોવાથી એક જ પ્રશ્નમાં કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી.

પ્રશ્નનો જવાબ આપવાનું જેવું મ્યુનિસિપલ કમિશનરે શરૂ કર્યું કે વશરામ સાગઠિયાએ વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. તેમણે ૧૧:૧૫ વાગ્યાથી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની વાત કરવાનું શરૂ કર્યું હતું પરંતુ બોર્ડના અધ્યક્ષ એવા મેયર નયનાબેન પેઢડિયા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિયમ પ્રમાણે જ પ્રશ્નોની ચર્ચા થશે તેવું સ્પષ્ટ સુણાવી દીધું હતું. આ પછી વશરામ સાગઠિયાએતમારા પાપે ૨૭ લોકો માર્યા ગયા છે’ તેવું કહેતાં જ તમામ કોર્પોરેટરો તેમના પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ થોડી વાર શાંતિ રહ્યા બાદ કમિશનરે ખર્ચ તેમજ ગ્રાન્ટની વિગત આપવાનું શરૂ કર્યું હતું ત્યારે વળી, સાગઠિયાએ ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ કર્યો તેવો ટોણો મારતાં જ શાબ્દીક સટાસટી શરૂ થઈ ગઈ હતી. આ સટાસટીમાં સ્ટે.ચેરમેન, દંડક સહિતનાએ ભ્રષ્ટાચાર તમારામાં આવે, બોર્ડમાં ગમે તે શબ્દ ન બોલવાનો હોય. કોંગ્રેસના તો હવે ચાર જ સભ્યો વધ્યા છે, રાજકીય સ્ટંટબાજી બંધ કરો, વિકાસકામ માટે કોઈ દિવસ તમારો પ્રશ્ન હોતો જ નથી, તમારા મોઢે વિકાસ શોભતો નથી, તમને નાક છે કે નહીં, નાક નથી એટલા માટે જ તમે સુધરતા નથી તેવા વાક્બાણ છોડ્યા હતા. ત્યારબાદ વશરામ સાગઠિયાએ `તો પછી મારી સળી કરતાં જ નહીં’ તેવું કહેતાં ફરી મામલો ગરમાયો હતો.


થોડી વાર બાદ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈએ ગેઈમ ઝોનને લગત પોસ્ટર બતાવતાં આખરે મેયર દ્વારા માર્શલ મારફતે કોંગ્રેસના કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર લઈ જવા આદેશ કરાયો હતો. એકંદરે ૧૧:૧૫ વાગ્યાથી શરૂ થયેલો હોબાળો ૧૧:૫૧ વાગ્યા સુધી ચાલ્યો હતો અને આખરે જનરલ બોર્ડની કાર્યવાહી પૂર્ણ થવા પામી હતી.

દરખાસ્ત ભલે મંજૂર થાય પણ સમજાવો તો ખરા: નેહલ શુક્લએ ફરી અરીસો બતાવ્યો !
બોર્ડની પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ બોર્ડના એજન્ડા પર રહેલી દરખાસ્તો હાથ પર લેવામાં આવી હતી જેને એકી અવાજે મંજૂર કરી લેવાઈ હતી. જો કે ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પાછલા બોર્ડની જેમ જ આ વખતે પણ દરખાસ્ત ભલે મંજૂર થાય પણ સમજાવો તો ખરા તેવું કહ્યું હતું. તેમણે ખાસ કરીને એજન્ડામાં રહેલી નાનામવાના કિંમતી પ્લોટના સોદાને રદ્દ કરવા, મનપાની વિવિધ જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત થતા કર્મીઓને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દૂર કરવા તેમજ માર્કેટ શાખામા એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઈન્સ્પેક્ટરની હંગામી ઉપસ્થિત થયેલ ૯ જગ્યાએ કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા અંગેની ત્રણ દરખાસ્ત સમજાવવા માંગણી કરી હતી.

કાયદો નિયમન સમિતિના ચેરમેન તરીકે કંકુબેન ઉધરેજાની નિમણૂક
થોડા સમય પહેલાં વિવાદમાં આવેલા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન દેવુબેન જાદવ તેમજ શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના વજીબેન ગોલતર પાસેથી હોદ્દો છીનવી લેવાયા બાદ ભાજપ દ્વારા આ બન્ને ખાલી જગ્યા પર નિમણૂક કરવામાં આવી હતી. કાયદો નિયમન સમિતિના ચેરમેન તરીકે કંકુબેન ઉધરેજા અને શિશુ કલ્યાણ સમિતિના સભ્ય તરીકે દક્ષાબેન વાઘેલાને નિમણૂક અપાઈ હતી. આ બન્ને નામની દરખાસ્તને અલ્પેશ મોરઝરીયા અને ચેતન સુરેજાએ ટેકો આપ્યો હતો.

સાગઠિયાએ મેયરને કહ્યું, એકની એક કેસેટ વગાડો છો: ભાજપે કહ્યું, આ તો મહિલાનું અપમાન !
બોર્ડની કાર્યવાહી દરમિયાન વશરામ સાગઠિયાએ અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર નયનાબેન પેઢડિયાને લઈને એમ કહ્યું હતું કે તમે એકની એક કેસેટ વગાડો છો, તમારી કેસેટ ચોંટી ગઈ છે…આવા વિધાનો સાંભળી ભાજપના મહિલા નગરસેવિકાઓ ઉકળી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે આ તો મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર : 5 બાળકોના મોત

Next

રાજકોટમાં ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મુખ્યમંત્રી ફરી આવશે રાજકોટ : નાણાવટી ચોક પાસે નવો કોમ્યુનિટી હોલ સહિત 500 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે
9 મિનિટutes પહેલા
26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીને હચમચાવાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું’તું : લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ,ગૌરી શંકર મંદિર હતા નિશાન પર
26 મિનિટutes પહેલા
ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા
41 મિનિટutes પહેલા
દિલ્હીમાં કાર બ્લાસ્ટ ઉમરે જ કર્યો હતો, તેની માતા સાથે ડીએનએ મેચ થયા, ઉમરના દાંત અને હાડકા મળ્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

શિદે અને અજીત પવારે મુખ્યમંત્રી પદ માટે મારા નામની લેખિતમાં ભલામણ મોકલી હતી, અમે ત્રણેય નેતા સાથે મળીને કામ કરશું, કાલે સાંજે 5:30 વાગ્યે શપથ સમારોહ, ફડણવીસે પત્રકાર પરિષદમાં આપી માહિતી
Breaking
11 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં પ્રચાર કરશે, હજારો કરોડની ભેટ આપશે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
91 વર્ષીય આશા ભોંસલેએ તૌબા-તૌબા ગીત પર આપ્યું ધમાકેદાર લાઈવ પર્ફોર્મન્સ, વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ
Entertainment
11 મહિના પહેલા
ગુજરાતના આ શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા, શું છે સમગ્ર મામલો જાણો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર