ફરી કેટલા હજાર કરોડનો થયો બેન્ક ફ્રોડ ? ક્યાં પડ્યા દરોડા ? જુઓ
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ એક મોટા સર્ચ ઓપરેશનના ભાગરૂપે ગુરુવારે દરોડાની કાર્યવાહી કરી હતી. . સૂત્રોનું કહેવું છે કે લગભગ 1392 કરોડ રૂપિયાના બેંક કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં દિલ્હી, ઝારખંડ અને હરિયાણાના કુલ 15 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન હરિયાણાના મહેન્દ્રગઢ વિધાનસભાના ધારાસભ્ય રાવ દાન સિંહના સ્થાન પર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીના સૂત્ર અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા મહત્વપૂર્ણ પુરાવા અને દસ્તાવેજો મળી આવ્યા છે.
કેમ થઈ રહી છે ચર્ચા
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યના ઘરે ઇડીની કાર્યવાહી રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ એક દિવસ પહેલા મહેન્દ્રગઢમાં રેલી કરી હતી.
કોંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં ભિવાની મહેન્દ્રગઢથી રાવ દાન સિંહને ટિકિટ આપી હતી. તેમજ અહીંથી કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીની ટિકિટ કપાઈ હતી. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઝગડો અને મારામારી પણ થયા હતા. કિરણ ચૌધરીએ ત્યારબાદ ભાજપમાં પ્રવેશ કરી લીધો હતો.
જો કે આ કૌભાંડ બહુ જૂનું હોવાની ચર્ચા છે અને ઇડીએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે અનેક લોકો મુસીબતમાં મુકાઇ શકે છે. આ બારામાં વધુ કેટલાક સ્થળે પણ ઇડીના દરોડાના પડી શકે છે. મોટા પાયે બેન્કો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
