પશ્ચિમ મામલતદાર કચેરીમાં પિટિશન રાઇટર સહિતના ટેબલ હટાવાયા
કચેરીમાં બિનઅધિકૃત એજન્ટોને પણ ફરકવાની મનાઈ
રાજકોટની તમામ મામલતદાર કચેરીઓ અને જૂની કલેકટર કચેરીમાં બિનઅધિકૃત એજન્ટોના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે બીજીતરફ રાજકોટના કલાવડ રોડ ઉપર આત્મીય કોલજ સામે આવેલ પશ્ચિમ મામલતદારે સખતાઈ વાપરી બિનઅધિકૃત એજન્ટોને કચેરીમાં પ્રવેશબંધી ફરમાવી દેવાની સાથે બોન્ડ રાઇટર અને પિટિશન રાઇટરોને પણ કચેરી બહાર મોકલી દેતા કચેરી ચોખ્ખી ચણાક બની ગઈ છે.
રાજકોટ શહેરમાં જૂની કલેકટર કચેરી અને તમામ મામલતદાર કચેરીઓમાં બિનઅધિકૃત એજન્ટો અને દલાલો પડ્યા પાથર્યા રહેતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે પશ્ચિમ મામલતદાર શુક્લ દ્વારા બિનઅધિકૃત એજન્ટો સામે લાલઆંખ કરી કચેરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે સાથે જ કચેરીમાં લાયસન્સ ધારક બોન્ડ રાઇટર અને પિટિશન રાઇટરોને પણ પોતાના ટેબલ કચેરી પરીસર બહાર કઢાવી નાખતા કાલાવડ રોડ ઉપર આવેલ પશ્ચિમ મામલતદાર કચેરી હાલમાં ચોખ્ખી ચણાક બની ગઈ હોવાનું જાણવા મળે છે.