હવે ખેતરમાં ડ્રોનથી કરો દવાનો છંટકાવ
આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી: એકર દીઠ મળે છે સહાયનો લાભ
પાક સંરક્ષણ માટે સામાન્ય રીતે ખેત મજૂર દ્વારા પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરિયા, જૈવિક ખાતરનો છંટકાવ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વધુમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર રહે છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ અંગેની યોજના અમલમાં મૂકી છે.
ડ્રોનના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરિયા, એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતર છંટકાવની અસરકારકતા વધુ મેળવી શકાય છે. તેમજ ખેત મુજરની અછતની સમસ્યાનું પણ નિવારણ લાવી શકાય છે. આ યોજનામાં ખર્ચના 90 ટકા અથવા વધુમાં વધુમાં રૂ.500 બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ તેમજ ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. રાજકોટ જિલ્લામાં ડ્રોનથી દવાના છંટકાવનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.28/2/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તેવું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે.