સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. અનેક તાલુકામાં સાંબેલાધાર વરસાદ થયો છે. રાજયમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ઉપલેટા શહેરમાં આઠ ઇંચ નોંધાયો ગત રાત્રીના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં 3 થી નવ ઇંચ વરસાદ પડી જતાં નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા જયારે તાલુકાનું લાઠ ગામમાં ગતરાત્રીથી સવાર નવ વાગ્યા સુધીમાં 8 ઇંચ પાણી પડતા ગામમાં જવાના તમામ માર્ગ બંધ થઇ જતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વીહોણુ થયું છે.

ઉપલેટામાં ગત રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠ ગામમા અનરાધાર આઠ ઈંચ વરસાદ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તંત્ર દ્વારા SDRF ની ટીમ લાઠ ગામે મોકલવામાં આવી છે. હાલ પાટણવાવ પોલીસ તેમજ મામલતદાર ની ટિમ SDRF સાથે આવી પહોંચી છે. આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી ત્યારે SDRFની ટીમ દ્વારા ટેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડવામાં આવ્યા હતા.

ઉપલેટાના લાઠ ગામે વરસાદના પગલે ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે SDRFની ટીમ તેમજ સ્થાનિક સરપંચ દ્વારા ત્રણ એસટી બસને પણ પુલ ઉપર થી પસાર કરાવી હતી. SDRF ની ટીમ દ્વારા તમામ બોટ જેકેટ દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે છે. વિદ્યાર્થીઓને કોલેજમાં પરીક્ષા માટે સરપંચ પૃથ્વીરાજ સિંહ ચુડાસમા દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી