ભાજપના નેતા અડવાણીની તબિયત બગડતા એઇમ્સમાં ખસેડાયા
પ્રથમિક્ સારવાર બાદ ગુરુવારે રજા આપી દેવાઈ ; તબિયત સારી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત અચાનક બગડી ગઈ હતી અને બુધવારે રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ ગુરુવારે ડિસ્ચાર્જ કરાયા હતા. આ પહેલા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, અડવાણીની સ્થિતિ સ્થિર છે અને તજજ્ઞોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 96 વર્ષિય પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 કલાકે એમ્સના જૂના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
, અડવાણી ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે ડૉક્ટરો તેમના ઘરે જ તેમની તપાસ કરે છે, જોકે બુધવારે પેશાબમાં સંક્રમણની ફરિયાદ કર્યા બાદ તેમના હોસ્પિટલ લવાયા હતા. એક સૂત્રએ જણાવ્યું કે, અડવાણની હાલત સ્થિર છે. યૂરોલૉજી, કાર્ડિયોલૉજી અને જેરિએટ્રિક મેડિસિન સહિત જુદાં જુદાં તબીબોની ટીમ તેની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
એમના આરોગ્યની ચકાસણી સમયાનુસાર કરવામાં આવે છે. વડાપ્રધાન સહિતના નેતાઓએ એમના ખબર અંતર પૂછ્યા હતા.