શું અર્જુન કપૂર અને મલાઈકાનું થયું બ્રેકઅપ ?? અર્જુનના જન્મ દિવસે મલાઈકાએ મૂકી આવી પોસ્ટ
બોલીવુડ અભીનેતા અર્જુન કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અર્જુન કપૂરે મંગળવારે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, પરંતુ મલાઈકા અરોરાએ હાજરી આપી ન હતી. શા માટે? આ સવાલ સાથે જ તેમના બ્રેકઅપના સમાચાર ફરી ઉઠ્યા. આ એટલા માટે પણ છે કારણ કે મલાઈકા છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને અર્જુન કપૂરનો જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ, આ વખતે અત્યાર સુધી તેણે તેના પ્રેમી માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. હવે તેણે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.
અભિનેતા અર્જુન કપૂર ભલે રૂપેરી પડદે પર બહુ કમાલ કરી શક્યા ન હોય, પરંતુ તેની અંગત જિંદગી હંમેશા ચર્ચામાં રહે છે. ખાન પરિવારની દીકરીને ડેટ કરવાથી લઈને સલમાન ખાન સાથે અણબનાવ સુધી. એક સમય હતો જ્યારે અર્જુન સલમાનનો સુપર ફેન હતો, પરંતુ આજે બંનેના સંબંધો એટલા ખાટા છે કે તેઓ એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા. ત્યારે મલાઈકા અરોરાએ અર્જુન કપૂરના જન્મદિવસ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને ચાહકોને શંકા છે કે શું અર્જુને મલાઈકાનો ‘વિશ્વાસ’ તોડ્યો છે? અને શું આ જ કારણ છે કે બંને વચ્ચે અણબનાવ થયો છે? આવો તમને જણાવીએ કે ક્રિપ્ટિક પોસ્ટ શું છે.
મલાઈકાની પોસ્ટ

સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે, પરંતુ મલાઈકાએ તેના જન્મદિવસ પર કોઈ પોસ્ટ કરી નથી. આટલું જ નહીં, મલાઈકાએ આ દરમિયાન એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે મને એવા લોકો ગમે છે જેમના પર હું આંખો બંધ કરીને અને પીઠ ફેરવીને વિશ્વાસ કરી શકું.
બ્રેકઅપ પર મૌન જાળવશે
તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2019માં બંનેએ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. થોડા દિવસો પહેલા પિંકવિલાએ અહેવાલ આપ્યો હતો કે મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે. બંનેના દિલમાં એકબીજા માટે ખાસ જગ્યા હશે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ મુદ્દે જાહેરમાં મૌન રહેશે.
મલાઈકા અર્જુનની પાર્ટીમાં નહોતી
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના રિલેશનશિપ સ્ટેટસ વિશેની અટકળોએ તે સમયે જોર પકડ્યું હતું જ્યારે અર્જુનના મિડનાઈટ બર્થડે સેલિબ્રેશનમાં બોલિવૂડ સેલેબ્રીટીનો જમાવડો હતો પરંતુ તેનો લેડી લવ એટલે કે મલાઈકા આવી ન હતી જે પછી બંને ખરેખર અલગ થઈ ગયા છે કે કેમ તેની ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે.
અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે સિંઘમ અગેઈનમાં જોવા મળશે. અર્જુન આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે અને થોડા દિવસો પહેલા તેનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં તેનો લુક ઘણો ખતરનાક હતો અને દર્શકો તેને જોવા માટે ઉત્સાહિત છે.
